કાગવાસ ‘લુપ્ત’ થયેલા કાગડાની વાટમાં …

92

સૃષ્ટીનું સૌથી કદરૂપુ પક્ષી હોય તો તે કાગડો છે. કાળો ભમ્મર રંગ ધરાવતા કાગડાને લોકોએ તરછોડી દીધો છે. એટલે જ તો આજે કાગડાને જોવો પણ મુશ્કેલ બન્યો છે. કાગડો લુપ્ત થતો હોવાથી કાગવાસ સમયે કાગડાના ફાફા પડયા છે.

કાગડાને અપશકનયાળ પણ માનવામાં આવે છે. આમ ખરાબ ગણાતા કાગડાને શ્રાધ્ધ દિવસોમાં કેમ યાદ કરાય છે? જો કાગડાને કાગવાસ ન દેવામાં આવે તો શ્રાધ્ધ પિતૃ સુધી પહોચતુ નથી તેવું મહત્વ વર્ષોથી ચાલતુ આવ્યું છે. જોકે આજના સમયમાં આ મહત્વ પણ લુપ્ત થતુ જઈ રહ્યું છે. સાથે કાગડાઓ પણ લુપ્ત થતા જઈ રહ્યા છે.

બીજી તરફ સ્વચ્છતામાં જો કોઈ નંબર ૧ હોય તો તે કાગડો છે. કાગડોએ કુદરતી સફાઈ કામદાર છે. જે ગંદકી આરોગીને પર્યાવરણને સ્વચ્છતા આપે છે. હાલ તો કાગડાની સંખ્યા દિન-પ્રતિદિન ઘટી રહી છે. ત્યારે કાગવાસ લુપ્ત થઈ રહેલા કાગડાની વાટમાં છે. કાગડોએ પર્યાવરણની મહત્વની કડી છે. જે લુપ્ત થવા સામે પર્યાવરણ પ્રેમીઓ તેમજ પ્રકૃતિપ્રેમીઓએ ચિંતન કરવાની તાતી જરૂરીયાત છે.

કાઠીયાવાડમાં મહેમાનને ‘મે’ મહિના જેટલું માન આપવામાં આવે છે. કાઠીયાવાડની મહેમાનગતિ ઉપર દુલા ભાયા કાગે લખ્યું છે કે ‘કાઠીયાવાડમાં એક દિવસ ભૂલો પડજે ભગવાન’. આમ કાઠીયાવાડમાં મહેમાનનાં માન કંઈક અલગ જ હોય છે. આ મહેમાનનું જયારે આગમન થવાનું હોય ત્યારે સૌ પ્રથમ કાગડો જ ‘કા…કા…’ કરીને મહેમાનના આગમનની છડી પોકારતો હોય છે. તેવી પણ માન્યતા છે.

Loading...