કડવા પાટીદારો એક જ સમયે ઘર મંદિરે દીપ પ્રગટાવી માઁ ઉમિયાની જન્મ જયંતિ ઉજવશે

કોરોના વાયરસને કારણે ઉમા જયંતિની ઉજવણી મોકુફ: સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે અમલ કરતો ઉમિયા પદયાત્રિક પરિવાર

કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીની જયંતિ નિમિતે ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હર વર્ષેની માફક આ વર્ષે આયોજીત શોભાયાત્રાનું વર્તમાન કોરોના વાયરસની વૈશ્ર્વિીક મહામારીની પરિસ્થિતિને ઘ્યાનમાં રાખી મોકુફ રાખવામાં આવેલ છે.

કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીની જયંતિ નિમિતે રાજકોટ શહેરમાં ઉમિયા પદયાત્રીક પરિવાર દ્વારા ઉમીયા માતાજીના રથ સાથેની જાજરમાન શોભાયાત્રા હર વર્ષે રાજકોટના વિવિધ વિસ્તારોમાં મા ઉમિયાના જય ઘોષ સાથે નીકળે છે. બહોળી સંખ્યામાં ભાવિકો મા ઉમિયાના દર્શનનો લ્હાવો લે છે. પરંતુ પ્રવર્તમાન કોરાના વાયરસની ગંભીર પરિસ્થિતિને ઘ્યાને રાખી સરકારની ગાઇડ લાઇન્સનું ચુસ્ત પણે અમલ કરી જન મેદની એકઠી ન થાય સોશ્યલ ડીસ્ટન્સીંગ નો ભંગ ન થાય તે માટે જનહિતને ઘ્યાને રાખી સંસ્થાના હોદેદારો દ્વારા આ વર્ષની ઉમા જયંતિ નિમિતે યોજાનાર શોભાયાત્રા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સમગ્ર વિશ્ર્વ આજે કોરોના વાયરસની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. મેડીકલ, પેરામેડીકલ સ્ટાફ, સુરક્ષા કર્મીઓ, વિવિધ સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ પોતાના જીવના જોખમે અડીખમ યોઘ્ધાની જેમ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. માનવજાત સામે આવી પડેલ આ વૈશ્ર્વિક મહામારી માઁથી મુકત થવાના ઉપાયો થઇ રહ્યા છે ત્યારે વિજ્ઞાનની સાથો સાથ આસ્થા, શ્રઘ્ધા, ભકિત આપણને આ સંકટ સામે ઝઝુમવા માટે શકિત અને બળ પુરુ પાડે તેવી મા ઉમિયાને પ્રાર્થના સાથે જગતનું કલ્યાણ કરનારી મા ઉમિયા સમગ્ર જનજીવનને સુખમય બનાવી પુન: ધબકતું કરે તેવી નેમ વ્યકત કરવામાં આવી છે.ઘરમાં રહો, સુરક્ષીત રહો, સ્વસ્થ રહો, એ ગાઇડલાઇન્સનું પાલન કરી જગત જનની મા ઉમિયાની જન્મ જયંતિ તાર.ર૬ મે ને મંગળવારના રોજ સમગ્ર વિશ્ર્વમાં વસતા તમામ પાટીદાર પરિવારો સાંજે ૭.૩૦ કલાકે પોતાના ઘરમાં ઘર મંદિરે દિપ પ્રગટાવી મા ઉમયિાને પ્રાર્થના કરી મા ઉમિયાની જન્મ જયંતિની ઉજવણી કરે તેવી અપીલ ઉમીયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઇ મણવર, ઉપપ્રમુખ અતુલભાઇ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઇ ઉકાણી, સહમંત્રી જેન્તીભાઇ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઇ જીવાણી, ટ્રસ્ટી રાજુભાઇ ત્રાંબડીયા, કાંતિભાઇ કનેરીયા દ્વારા સમગ્ર કડવા પાટીદાર ભાઇઓ બહેનોને કરવામાં આવી છે.

Loading...