Abtak Media Google News

વિશ્ર્વના ઉમીયા પાટીદાર સમાજની સંસ્થાની વિગતો સમાજ સંપર્ક સેતુના માઘ્યમથી આંગળીના ટેરવે:આગેવાનો અબતકની મુલાકાતે

સૌરાષ્ટ્રની અગ્રિમ પંકિતની સમાજીક સંસ્થા પટેલ સેવા સમાજ-રાજકોટની ૪૦મી વાર્ષિક સામાન્ય સભા તાજેતરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે સમાજના પ્રમુખ અરવિંદભાઇ કણસાગરાના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.

અરવિંદભાઇ કણસાગરાના જણાવ્યા પ્રમાણે છેલ્લા વર્ષોમાં આપણા સમાજે વિકાસની હરણફાળ ભરી છે પરંતુ રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રભરના સમાજને ઘ્યાને રાખીને હજુ વધારે વિકાસ કાર્યોની જરુરીયાત છે. જે અંતર્ગત જાગનાથ સમાજમાં સરવીસ એપાટમેન્ટનું નિર્માણ જો એઇમ્સ હોસ્પિટલ રાજકોટમાં આવે તો સૌરાષ્ટ્રભરના દર્દીઓને રહેવા જમવાની સુવિધા સાથે એઇમ્સની બાજુમા જ ઉમીયા આરોગ્ય ભવનનું નિર્માણ, ઉપરાંત પટેલ પ્રગતિ મંડળ દ્વારા ‚ા ૧ર કરોડના ખર્ચે નંદલાલ માંડવીયા માંડવીયા મલ્ટીપર્પઝ હોલનું નિર્માણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આમ રાજકોટમાં અંદાજે ‚ા ૨૫ કરોડના ખર્ચે સમાજના વિકાસ કાર્યો થનાર છે. આ સભામાં સ્વાગત પ્રવચન સાથે સમાજના વિકાસ કાર્યોની રુપરેખા સહમંત્રી શ્રીમનીષ ચાંગેલા એ રજુ કરી હતી. અરવિંદભાઇએ સભાની સંમતિથી સૌરાષ્ટ્રભરના જરુરીયાતમંદ દર્દીઓને ‚ા ૧૦ હજારની મેડીકલ સહાય આપવાનું ઠરાવેલ છે.

દેશ-વિદેશના સમગ્ર સમાજને એક તાંતણે જોડવા માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર સમાજ સંપર્ક સેતુ નામની બુકનું વિમોચન અરવિંદભાઇના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સમાજની ધાર્મિક, સામાજીક શૈક્ષણિક તથા આયોગ્યલક્ષી તમામ સંસ્થાઓના નામ સરનામા અને ફોન નંબર સાથેની વિગતોનો સમાવેશ કરેલ છે. આ સાથે જ વર્તમાન ટેકનોલોજી સાથે તાલ મેળવવા અને સમગ્ર સમાજને ટેરવે મૂકવા માટે શ્રી પટેલ સેવા સમાજના નામની એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશનનું લોન્ચીંગ અરવિંદભાઇ ના હસ્તે તથા ફેઇસબુક પેઇઝનું પણ લોન્ચીંગ ઉપપ્રમુખ નરોતમભાઇ કણસાગરાના હસ્તે કરવામાં આવ્યું હતુંwww.S HREEPATELS EVASAMAJ.COM ના નામની વેલસાઇટ તથા ઉમીયા માતાજી સંસ્થાન ઉઝાની વેલસાઇટ  www.MAAUUMIYA.COm

માં સમાજ સંપર્ક સેતુની તમામ વિગતો મુકવામાં આવી છે સમાજ સંપર્ક સેતુ બુકનું સંપાદન મનીષ ચાંગેલાએ કર્યુ હતું કાર્યક્રમની આભારવિધી ટ્રસ્ટીશ્રી જમનભાઇ ભલાણીએ તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. જે.એમ. પનારાએ કર્યુ હતું. સામાન્ય સભામાં સમાજના તમામ ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, સમાજના આજીવન સભ્યો તથા રાજકોટ શહેરની ગણમાન્ય હસ્તીઓ ઉ૫સ્થિત રહી હતી. તેમ સંસ્થાના મંત્રી કિશોરભાઇ ઘોડાસરાએ જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.