Abtak Media Google News

મેકરણદાદાએ કચ્છમાં પાણી અને રોટલો તથા ભટક્યાં ને માર્ગ દેખાડવોએ મુખ્ય ધર્મ માન્યો હતો. મેકરણ દાદા એ કચ્છના કબીર તરીકે ઓળખાતા એક કાપડી સંત થઈ ગયાં. સંત કબીરની માફક તેમણે કચ્છી ભાષામાં અનેક દોહાઓની રચના કરી છે. કચ્છમાં વર્ષો સુધી તેમણે રણમાં ભટકેલાને રાહ અને રોટલો, પાણી પીરસ્યાં હતા.

તેમનો જન્મ કચ્છ જિલ્લાના ખોભંડી નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ હરગોપાલજી તથા માતાનું નામ પંતાબાઈ હતું. ૧૨ વર્ષની ઉંમરે જ તેમણે સાધુ તરીકે દીક્ષા લીધી હતી . તેમનું બાળપણનું નામ મોકાયજી હતું, દીક્ષા લીધા બાદ તે મેંકણ કે મેંકરણ કરાયું હતું.

Mekaran Dada 1 તેઓ પ્રાયઃ પોતાના ખભા પર કાવડમાં રોટલો અને પાણી ભરીને કચ્છના રણમાં ભૂખ્યાં તરસ્યા લોકોને ભોજન તથા જળ પીવડાવતાં તેમની સાથે પ્રાયઃ એક ‘લાલીયો’ નામક ગધેડો અને ‘મોતિયો’ નામક કૂતરો રહેતાં. તેમણે તેમના ૧૧ શિષ્યો સાથે તેમના ગામ ધ્રાંગમાં સમાધિ લીધી હતી. લોક સેવાએ તેમનું સૌથી યાદગાર અને પવિત્ર કાર્ય મનાય છે.

દર વર્ષે તેમની યાદમાં કચ્છમાં દર વર્ષે મેળો ભરાય છે અને ત્યાં ઉત્સવ ઉજવાય છે હાલ કચ્છમાં એવી લોકમાન્યતા છે કે કોઈ વ્યક્તિ જો રણમાં ભટકી જાય તો મેકરણદાદાને પ્રાર્થના કરવાથી રસ્તો જડી જાય છે અથવા મદદ મળી જાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.