Abtak Media Google News

‘કબીર સિંહ’ ફિલ્મ 2017માં આવેલી તેલુગુની સુપરહિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની રિમેક

ફિલ્મ 21 જૂને રિલીઝ થશે

શાહિદ કપૂર સ્ટારર ‘કબીર સિંહ’નું ટ્રેલર 13 મેએ સોમવારે રિલીઝ થશે. ફિલ્મનું નવું પોસ્ટર પણ રિલીઝ થયું છે. આ ફિલ્મ 2017માં આવેલી તેલુગુની સુપરહિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની રિમેક છે. ‘કબીર સિંહ’ ફિલ્મમાં શાહિદ કપૂર અને કિઆરા અડવાણી લીડ રોલમાં છે. ઓરિજિનલ અને રિમેક બન્ને ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા છે. આ ફિલ્મ 21 જૂને રિલીઝ થવાની છે.
આ ફિલ્મના કેરેક્ટર કબીર સિંહના રોલમાં ફિટ બેસવા માટે શાહિદે પ્રોપર અને સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરીને તેની બોડીનું ટ્રાન્સફોર્મેશન કર્યું હતું. ફિલ્મમાં તેના બે અલગ-અલગ લુક છે જેમાં એક લુક માટે તેને વજન ઉતારવાનું હતું અને બીજા લુક માટે વજન વધારવાનું હતું. તેણે પહેલાં 14 કિલો વજન ઘટાડ્યું અને પછી વજન વધાર્યું હતું. ઉપરાંત કબીર સિંહના કેરેક્ટર માટે શાહિદ દિવસમાં 20થી વધારે સિગારેટ પીતો હતો.
ઓરિજિનલ તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’માં વિજય દેવરાકોન્ડા લીડ રોલમાં હતો. ઓરિજિનલ ફિલ્મમાં વિજયનું નામ અર્જુન રેડ્ડી અને હિરોઈન શાલિની પાંડેનું નામ પ્રીતિ હતું. આ ફિલ્મ લવ સ્ટોરી છે. ફિલ્મનું ટીઝર 8 એપ્રિલે રિલીઝ થયું હતું. ટી- સિરીઝે ‘કબીર સિંહ’ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.