Abtak Media Google News

સોરઠવાસીઓનાં પોલીસ તંત્રને સો-સો સલામ

ચોવીસ કલાકની ફરજની સાથે જરૂરિયાતમંદોને ભોજન, રાશન, કપડા, દવાઓ સહિતની ચીજ વસ્તુઓ સમયસર પૂરી પાડી જૂનાગઢ પોલીસ તંત્રે હજારો લોકોના દિલ જીત્યા

જુનાગઢ પોલીસે કપરા સમયમાં, ખરા અર્થમાં પ્રજાનો મિત્ર બની કોરોના વાયરસ સંદર્ભે લદાયેલ લોક ડાઉનના પગલે શહેર અને જિલ્લામાં વસતા ગરીબ લોકોની વહારે જઇ અસહાય લોકોની ખેવના કરી, જઠરાગ્નિ ઠારી, જરૂરી ચીજ વસ્તુ પહોંચાડી, રસ્તે રખડતા, ભટકતા, પાગલ લોકોને શોધી કાઢી, પોલીસ થાણે લાવી, તેમને સ્નાન કરાવી, સૌર કર્મ કરાવી, હાથે જમાડી, એક માનવતા ભર્યું કાર્ય કરી લોકોના પ્રશંસાપાત્ર બની રહ્યા છે, અને સોરઠ વાસીઓ જુનાગઢ પોલીસને સલામ કરી રહ્યા છે.

પોતાની ફરજ અને કાયદાના પાલન કરાવવાની કઠોર કામગીરીના કારણે હંમેશા લોકોની તીરછી નજરે ચડી ગયેલ પોલીસ પ્રજાની મિત્ર છે એવું હવે લોકો માની રહ્યા છે, એનું એક માત્ર કારણ એ કે, હાલમાં કોરોના વાયરસનો વિશ્વ સ્તરે વાયરો છે, પરંતુ લોકોને તેના ચેપથી બચાવવા પોતે પોતાની પરવા કર્યા વગર રાત દિવસ ખડે પગે ફરજ બજાવતાની સાથે પોલીસ પરિવાર જે સેવા યજ્ઞમાં જોડાયા છે તે સેવા કાબિલે દાદ છે, જૂનાગઢના વિસ્તાર અને સેટ અપ પ્રમાણે જિલ્લાભરમાં જરૂરી પોલીસ સ્ટાફની ખૂબ જ અછત છે, છતાં જુનાગઢ આઈ.જી. માનિંદરસિંહ પવાર અને જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના સતત માર્ગદર્શન, વિભાગીય પોલીસ અધીક્ષક પ્રદિપસિંહ જાડેજા, ડામોર, ગઢવી, જેવા અમલદારોની દોરવણી સાથે પોલીસ શક્ય તેટલી ફરજમાં પરફેક્ટ બની કામગીરી કરી રહી છે, અને જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમ રેટ ઘટવા પામ્યો છે, તથા જુનાગઢ મહાનગર સહિત જિલ્લામાં સર્વત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ગણના પાત્ર સુધારો થયો છે.

જૂનાગઢમાં કોરોનાને આવતો રોકવા જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના માર્ગદર્શન અને સૂચના અનુસાર જૂનાગઢ પોલીસે ફરજની સાથે આ બાબતને ગંભીર ગણી, લોક સેવા તરીકે અપનાવી લેતા અત્યાર સુધી જૂનાગઢમાં કોરોનાના ચેપથી લોકો બચી શક્યા છે, અને એક પણ પોઝિટિવ કેસ જૂનાગઢમાં નોંધાયો નથી.

જુનાગઢ એ ડિવિઝન ઇન્ચાર્જ પીઆઇ. જે. પી. ગોસાઈ તમામ પી.એસ.આઈ, તથા સ્ટાફના મિત્રોએ શહેરમાં રખડતા, ભટકતા મંદબુદ્ધિના અને અસહાય લોકોને શોધી કાઢી, પોલીસ થાણે લાવી, સૌર કર્મ કરાવી, સુગંધી સાબુથી સ્નાન કરાવી, સ્વચ્છ કપડા પહેરાવી, હાથે ભોજન જમાડી, તથા ઘરે ઘરે જઈ ભૂખ્યાને રાશન સામગ્રી પહોંચાડી એક સરાહનીય કામગીરી કરી સારાએ જૂનાગઢનું દિલ જીતી લીધું હતું. એક કહેવત છે કે, જે ઘરના મોભી સેવાભાવી હોય, તેનો પરિવાર દાતાર હોય, આ વાત જુનાગઢ પોલીસે સાબિત કરી દીધી છે, જુનાગઢ રેન્જ આઈ.જી. મનીંદર સિંહ પવાર, એસ.પી. સૌરભ સિંઘ જેવા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રદિપસિંહ જાડેજા, ડામોર, ગઢવી જેવા ડી.વાય.એસ.પી.ની સતત પ્રેરણા, માર્ગદર્શનથી પોલીસ કામગીરીની સાથે જે સેવા સરિતા વહેતી કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.