મનમોહનસિંઘનું સ્વાગત કરતા કબા ગાંધી ડેલાના ટ્રસ્ટીઓ

manmohan singh
manmohan singh

રાજકોટમાં ગાંધીજીના સ્મૃતિ સ્મારક સમાન કબા ગાંધીના ડેલાની પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે મુલાકાત લીધી હતી. રાજકોટના કબા ગાંધીના ડેલાની મુલાકાત બાદ પૂર્વ વડાપ્રધાન એ વિઝિટબુકમાં લખ્યું કે આ મારું સારુ નસીબ છે કે મે મહાત્મા ગાંધીજીનું જે રાજકોટમાં ઘર છે તેની મુલાકત લીધી. ગાંધીજીનું જીવન અને કાર્ય એ ભારતના અને બહારનાં લોકો માટે એક મહત્વની પ્રેરણા છે. મોહનમાંથી મહાત્માના સંસ્કારોનું સિંચન અહી કબા ગાંધીના ડેલામાં થયું હોવાથી દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ કબા ગાંધીના ડેલાની મુલાકાત લઇને રોમાંચિત થઇ ગયા હતા. સાથે ગાંધીજીની અલભ્ય તસવીર રસપૂર્વક નિહાળી હતી.

આ અલભ્ય તસવીર નિહાળી તેઓ અભિભૂત થઇ ગયેલ. મુલાકાત સમયે સંસ્થાના ટ્રસ્ટી ડો. અલ્પના ત્રિવેદી તથા મનસુખભાઇ જોશી સાથે રહેલ તેમજ તેમનું મનસુખભાઇ જોશીએ સુતરની આંટીથી તેઓનું ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું. શ્રી મનમોહનસિંહને ભેટ સ્વરુપે સત્યનાં પ્રયોગોની ફિલ્મ તેમજ ગાંધીજીના સંસ્મરણો આધારીત તૈયાર કરવામાં આવેલ ફિલ્મ આપેલહતી.

Loading...