Abtak Media Google News

સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા નાફકબ (નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ એન્ડ ક્રેડીટ સોસાયટીઝ)ની ચુંટણી યોજાઇ હતી. તેમાં નાફકબનાં ચેરમેન તરીકે ફરી એકવાર વરિષ્ઠ રાષ્ટ્રીય સહકારી નેતા જ્યોતીન્દ્રભાઇ મહેતા સર્વાનુમતે ચુંટાયા હતા. નવનિર્વાચિત ચેરમેન જ્યોતીન્દ્રભાઇ મહેતાએ પ્રથમ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સહકારી રાષ્ટ્રીય ફેડરેશનમાં અંબ્રેલા ઓર્ગેનાઇઝેશનની રચના દ્વારા સુરક્ષા કવચ પુરું પાડવામાં આવશે.સાથે સહકારી બેન્કોને ખાનગીકરણી સુરક્ષિત રાખવા યોગ્ય કદમ હાથ ધરાશે.

નાફકબમાં રાજ્યોના ફેડરેશનની ૯ અને સહકારી મંડળીઓની ૨ બેઠક બિનહરીફ વિજેતા થઇ હતી. જ્યારે અર્બન કો-ઓપરેટીવ બેન્કસની ૭ બેઠક માટે મતદાન હા ધરાયેલ હતું. દિલ્હી ખાતે એનસીયુઆઇનાં હેડક્વાર્ટર ખાતે ભારે રસાકસી ભર્યા માહોલમાં યોજાયેલ આ ચુંટણીમાં દેશભરમાંથી બેન્કોના ચેરમેન અને અન્ય સહકારી નેતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હત અને મતદાન કર્યું હતું.

ચુંટણીનાં પરિણામોમાં મહેતા પેનલનાં ૭ ઉમેદવારો વિજેતા યા હતા. જેમાં એ. એમ. હિન્ડસગેરી, દત્તારામ ચાલકે, ગૌતમભાઇ વ્યાસ, જીની રામામૂર્તિ, જગદીશ ચંદ્ર આચાર્ય, કે. કાળપ્પા અને  સંજય ભેંડેનો સમાવેશ થાય છે. આ ચુંટણીમાં જ્યોતીન્દ્રભાઇ મહેતાની સાર્વત્રિક અપીલ અને તેમની ટીમની આગ જહેમત દ્વારા મહેતા પેનલને મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. નાફકબનાં ચેરમેન તરીકે જ્યોતીન્દ્રભાઇ મહેતા પાંચ વર્ષ સુધી કાર્યભાર સંભાળશે. વાઇસ ચેરમેન તરીકે કે. કે. શર્મા (પંજાબ) અને વીદ્યાધર અનાસ્કર (મહારાષ્ટ્ર) કાર્યભાર સંભાળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.