Abtak Media Google News

ડાયાબિટિસના દર્દીઓને બ્લડ સુગર લેવલ ક્ન્ટ્રોલ માટે ખુબ જ ઉપયોગી તેજપત્તા

જયારે મેડીકલના અત્યાધુનિક મશીનો, સારવારો અને ટેકનોલોજીનો વિકાસ નહતો થયો ત્યારે પણ જીવલેણ બિમારીઓ સામે રક્ષણ મેળવવા આયુર્વેદ એક રામબાણ ઇલાજ રહ્યું હતું. આજે પણ કેટલાક દાદી-નાનીના નુસ્ખા અને ઓસડીયા છે જે કેટલાક રોગોને તો શરીરથી દુર જ રાખે છે. એવજ એક રસોઇ ઘરની ઔષધી એટલે તેજપત્તા જે ડાયાબીટીશ માટે ખુબ જ ઉપયોગી છે.Bay Leaf Tej Patta 2એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે ભારતમાં ૬૨ મિલિયન લોકો ડાયાબીટીશનો ભોગબને છે. જે ભારતની કુલ વસ્તીના સાત ટકાનો ભાગ છે. ખાસ તો ગુજરાતીઓ મીઠાઇ ખાવામાં પાછળ ફરીને જોતા જ નથી. માટે જ તેજપત્તાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત પણ રસોઇઘરમાં કેટલીક ઔષધીઓ છે. સુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. તેજપત્તા ડિશને સ્વાદિષ્ટ બનાવવાની સાથે ન્યુટ્રીયન્સથી ભરપુર પણ રાખે છે.Images 1 7ડાયાબીટીશ જેવા જટીલ રોગોના નિવારણ માટે પણ તેજપત્તા ખુબ જ ઉપયોગી બને છે. ૨૦૧૬ માં કલીનીકલ બાયોકેમીસ્ટ્રી જનરલના અભ્યાસમાં સામે આવ્યું હતું કે ૩૦ દિવસ સુધી ૧ થી ૩ ગ્રામ તેજપત્તાનું સેવન કરવું જોઇએ. જો તમને ટાઇપ-ર ડાયાબીટીશ હોય તો ઇન્સ્યુલીન સુધારી શકાય છે.Bay Leaf Tej Patta 2 1 અને ગ્લુકોઝનું પ્રમાણ પણ સુધારે છે. અને તેના કારણે પેશન્ટ ડાયાબીટીશથી જલ્દી છુટકારો મેળવી શકે છે. ડાયાબીટીશના દર્દીઓએ દવાની સાથે જ ઔષધી માફક તેજપત્તા ઉપયોગમાં લેવા જોઇએ. આ ઉપરાંત સુપ અથવા દાળના વધારમાં પણ તેનો સમાવેશ કરી શકાય છે. ચમચીભર મસાલા સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.Qqqqqqજો કે કોઇપણ ઔષધિ તાસીર મુજબ કામ કરે છે. માટે જેનું જેવું સ્વાસ્થ્ય હોય તે મુજબ જ નુસ્ખા અજમાવવા જોઇએ. રસોઇઘરમાં રહેલા મસાલાઓમાં ખુબ જ પોષક તત્વો અને ઉપયોગી વિટામીન્સ હોય છે. જેને કારણે તે શરીર માટે ખુબ જ જરુરી અને ફાયદામંદી સાબીત જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.