Abtak Media Google News

યુપીમાં લો એન્ડ ઓર્ડર ની કોઈ જ સ્થિતિ નથી: યોગી આદિત્યનાથ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપે:મહેશ રાજપુત

ઉત્તરપ્રદેશના હાથરસ અને બલરામપુરમાં  દીકરીઓ ઉપર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારી દેનાર હેવાનો ને ફાંસીની સજા થાય તે માટે રાજનીતિ કી પાઠશાલા ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મહેશભાઈ રાજપુતના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં સરદાર સરોવર, બહુમાળી ભવન ચોકથી ડો. બાબાસાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુ, સિવિલ હોસ્પિટલ ચોક સુધી કેન્ડલ માર્ચ જસ્ટિસ ફોર મનીષાની નીકળી હતી. રાજનીતિ કી પાઠશાલાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મહેશભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ નથી માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજીનામું આપવું જોઈએ.

આ તકે સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ ભાર્ગવ પઢીયાર, રાજકોટ શહેર પ્રમુખ મૌલેશ મકવાણા, યુવરાજસિંહ જાડેજા, પ્રિન્સ બગડા, કિશન પટેલ, નિશાંત પોરિયા, સંકેત રાઠોડ, નાગેશ મકવાણા, રાહુલ દાફડા, હિમાંશુ સોલંકી, ભાવેશ લુણાસીયા, ધર્મેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.