Abtak Media Google News

ગોધરા કાંડના પર શહીદોના પરિવારજનોને પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી: રેલવે પણ વળતર ચૂકવશે

વર્ષ ૨૦૦૨ માં અયોઘ્યાની કાર સેવા કરીને સાબરમતી એકસપ્રેસ ટ્રેનમાં પરત ફરી રહેલા કાર સેવકો ને ગોધરા રેલવે સ્ટેશન પર ડબ્બાને આગ લગાડીને હત્યાકાંડ સર્જવામાં આવ્યો હતો. આ હત્યાકાંડમાં પ૯ કાર સેવકો જીવતા ભુંજાઇ જવા પામ્યા હતા. જે બાદ ફેલાયેલા આક્રોશને લઇને રાજયભરમાં મોટાપાયે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.

ગોધરાકાંડમાં જીવતા સળગાવાયેલા કાર સેવકો પરિવારોને ૧૭ વર્ષ પછી રાજયની રૂપાણી સરકારે ન્યાય અપાવીને દરેક શહીદોને પ લાખ રૂ નું વળતર આપવાનો નિર્ણય કર્યો છે.રાજયની રૂપાણી સરકારે ગઇકાલે આ સહાય આપવાની જાહેરાત કરીને પર કાર સેવકોના પરિવારોને ૨૬૦ લાખ રૂ. આપવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટે ગત વર્ષે આ હત્યાકાંડમાં શહીદ થયેલા કારસેવકોને આર્થિક વળતર ચુકવવા રાજય સરકાર અને રેલવેને હુકમ કર્યો હતો. જે બાદ રાજયની રૂપાણી સરકારે આ નિર્ણય કર્યો હતો. રેલવે તંત્ર દ્વારા પણ દરેક શહીદોના પરિવારજનોને પ લાખ રૂ. આપવામાં આવનારા છે. જેથી દરેક શહીદોના પરિવારજનોને દોઢ દાયકા બાદ ૧૦ લાખ રૂ. નું વળતર મળશે.

આ હત્યાકાંડમાં પ૯ કાર સેવકો શહીદ થયા હતા. પરંતુ જેમાંથી પર કારસેવકોની જ ઓળખ થઇ શકી હતી. જયારે શહીદ થયેલા સાત કારસેવકોની ઓળખ ન થઇ શકતા અત્યારે રાજય સરકારે ઓળખાયેલા પર કારસેવકોના પરિવારજનોને જ સહાય કરવાની જાહેરાત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૨ માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યામાં યોજાયેલી કામ સેવા કાર્યક્રમમાં ભાગ લઇને ગુજરાતના કાર સેવકો સાબરમતિ એકસપ્રેસમાં પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરા રેલવે સ્ટેશન પર મુસ્લિમ સમાજના સ્થાનીક રહેવાસીઓએ ૫-૫ કોચમાં બહારથી પેટ્રોલ  છાંટીને ટ્રેનના બંધ આગ લગાડી હતી.

આ હત્યાકાંડમાં પ૯ કાર સેવકો જીવતા ભુંજાઇ ગયા હતા. જે બાદ ફાટી નીકળેલા આક્રોશ બાદ રાજયભરમાં કોમી રમખાણો થયા હતા. જેમાં મુસ્લિમ સમાજના ૧૦૦૦ થી વધારે લોકો માર્યા ગયા હતા. આ કોમી રમખાણોમાં માર્યા ગયેલા લોકોને અગાઉની સરકારો દ્વારા વળતર અપાયું હતું. પરંતુ કાર સેવકોને વળતર ન અપાતા બા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રીટ થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.