Abtak Media Google News

વાળને સુંદરતાનું આભુષણ માનવામાં આવે છે, પરંતુ વરસાદમાં વારંવાર ભીંજાતા વાળ ફિઝી થઇ જાય છે અને પરિણામ સ્વરૂપે તેનાથી હેરકોલ અને ડેન્ડરફ થાય છે. વાળના મુળમાં દિવેલ અથવા ઓલિવ ઓઇલથી મસાજ કરવાથી વાળ સોફટ બનવાની સાથે તેમાં મોઇશ્ચર પણ જળવાય રહે છે. જો તમે વરસાદમાં પલળવા માંગતા હોય તો ડિપ કલીન્ઝીંગ શેમ્પુથી સ્કાલ્ફને સ્વચ્છ રાખો. કારણ કે ચોમાસામાં વાળ ઝડપી બરછટ બની જતા હોય છે માટે સારૂ શેમ્પુ વાપરવું.

Washing Hair 1ચોમાસા દરમ્યાન હેર ગ્રોથ માટે ઉપયોગી ખોરાક અપનાવો તેથી હેર ડેમેજ ઘટી જશે. તમે કંડીશનરનો ઉપયોગ પણ કરી શકો છો. એક તો સ્વચ્છ અને સાચી કંગીનો ઉપયોગ કરવો જેથી તમારા વાળ ખરશે નહીં. ચોમાસામાં નિયમીત કરતા વધુ હેર વોશ કરવું અને વાળના મુળને સ્વચ્છ રાખવા હોટ વોટર ટોવેલ પણ એક સારો વિકલ્પ છે. ગરમ પાણીમાં જબોળીને ટૂવાલને માથા પર બાંધવાથી વાળને સ્ટીમ મળે છે. ઘણા લોકોને ખરાબ પરસેવાને કારણે તેના વાળમાં સ્વેટ અને તેલને કારણે ખરાબ બદબુ આવતી હોય છે. તેમણે લીંબુના  રસમાં અડધો કપ ગુલાબજળ ઉમેરી તેનાથી માથુ સાફ કરો.

Hair

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.