Abtak Media Google News

હવે રાજકોટમાં પણ મળશે ડિઝાઇનર બ્લાઉઝ

ફેશન ડીઝાઇનીંગ ક્ષેત્રે બ્હોળી નામના ધરાવતા વૈશાલી શાહનું રાજકોટમાં નવું સોપાન

ડિઝાઇનર બ્લાઉઝનું અદભુત કલેકશન ઉપલબ્ધ

અમિન માર્ગ ખાતે આજે ડિઝાઇનર બ્લોાઉઝના બુટીક જસ્ટ બ્લાઉઝેસનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ બુટીકમાં ડીઝાઇનર બ્લાઉઝનું અદભુત કલેકશન ઉપલબ્ધ છે. જેથી હવે રાજકોટની ફેશનપ્રિય મહીલાઓને ડિઝાઇન બ્લાઉઝ ઘર આંગણે જ મળી રહેશે.2 42જસ્ટ બ્લાઉઝેસમાં દરેક માનુનીના માણ પ્રમાણે બંધ બેસતી ઉતમ કળાકૃતિ છે. આધુનિકતા સાથે પરંપરાને સંલગ્ન કરતું રુપકડું નામ એટલે જસ્ટ બ્લાઉઝેસ અહીં વર્તમાનમાં ચાલતા ફેશનના પ્રવાહ સાથે જુનવાણી પરંપરાનું લાજવાબ મિશ્રણ (ફયુઝન) તૈયાર કરવામાં આવે છે. વીતી ગયેલા યુગને વર્તમાન સમય સાથે જોડાણ કરાવીને અહી નવી કલાકૃતિઓને વધુ ઝળહળાટ સાથે રજુ કરાઇ છે.

સાડી અને લહેંગાની પારંપરિક ફેશન સાથે ડેનિમ, સ્કર્ટ, ધોતી, અને શાર્ટસને લાજવાબ રીતે મેલ કરાઇ છે.

અહિ કેઝુઅલ, ટ્રેડીશનલ, વેસ્ટર્ન અને ઇન્ડો વેસ્ટર્નની સાથોસાથ ચણીયા ચોળી સ્કર્ટસનું પણ બ્લાઉઝેસ સાથે મેચીંગ કરવામાં આવે છે.3 32અહિ દરેક સર્જન અને કલેકશનને એવી રીતે તબકકાવાર પ્રદર્શન કરવા માટે ગોઠવાય છે. કે માનવંતા ગ્રાહકોને પોતાની પસંદગી ઉપર ઘ્યાન કેન્દ્રીત કરીને ઇચ્છા સંતોષવામાં વધુ સરળતા રહે છે.

ભારતીય પારંપરિક ફેશન સાથે ઝડપથી ઉપસતું નામ એટલે વૈશાલી શાહ, પમી જુન ૧૯૮૨ ના ગાંધીધામ-કચ્છમાં જન્મેલા વૈશાલી શાહ ફેશન ડિઝાઇનીંગ ક્ષેત્રે ડીઝાઇનીંગ ક્ષેત્રે એક ઝળાહળા નામ છે. ભારતીય ફેશન ડીઝાયનીંગના પ્રથમ સ્તરે યાદ આવનારા સર્જકોમાં આ એક નામ અચુક પણે ઉમેરાઇ ગયું છે4 15. સ્ટાઇલીશ બ્લાઉઝેસ અને ટી.વી. સીરીયલો માટે એમનું નામ આદર્શ બની જવા પામ્યું છે. તેઓ માત્ર ડિઝાઇનીંગના જ માસ્ટર નથી બલ્કે નવી રીતભાત અંગે પરંપરાનું સર્જન કરનારા કલાકાર છે. એમને સાવ નાનપણથી જ ફેશન પ્રત્યે પેશન અને સમર્પણની અદમ્ય ભાવના હતી.5 12કલાકસ એપાર્ટ જેવા નાનકડા બુટીકથી શરુઆત કરનારા વૈશાલી શાહ આજે સમગ્ર ભારતમાં પ શો રુમ ધરાવતા યુવાન ડીઝાઇનર છે. તેઓએ ઉત્સવ અને અવસરને અનુરુપ સાડીનું સદંતર રુપાંતરણ કરી દીધું છે. જાહેર ક્ષેત્રે અગ્રગણ્ય વ્યકિતઓ, સમાજ સેવીઓ, એન.આર.આઇ. અને ટી.વી. સિલેબ્રીટીશ એમના પ્રથમ હરોળના ગ્રાહકો છે.6 11તેઓ વૈશ્વીક કક્ષાએ અચંભિત કરી દેનારી કળા તરંગોનું સૃજન કરી રહ્યા છે. વૈશાલી શાહ પોતાના મારગ ઉપર સંપૂર્ણપણે. ઘ્યાન કેન્દ્રીત કરીને મકકમતાથી આગળ વધનારા ઉધમી છે. એમની બ્રાંડ જસ્ટ બ્લાઉઝ ના નામથી પ્રખ્યાત છે. ગાંધીધામ, અમદાવાદ, મુંબઇ, વડોદરા અને જોમજોધપુર જેવા શહેરોમાં એમના શો રુમ આ બેનર હેઠળ ભારતીય પરંપરા અને આધુનિકતાનું સફળ સંયોજન પ્રદાન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.