દિવાળી પહેલા જ ’સટાસટી’ બોલાવી હરામખોરોને ભોં ભીતર કરતી સેના

૮ નાપાક જવાનોને ઠાર કર્યા: આર્મીનાં બંકર અને ચોકીઓ પણ મોટા પ્રમાણમાં તબાહ

દિવાળીના એક દિવસ પહેલાં ભારત-પાકિસ્તાન સરહદે વિસ્ફોટોની હારમાળા જોવા મળી હતી. ભારતીય સેનાએ હરામખોરોને ભોં ભીતર કર્યા હતા. પાકિસ્તાની આર્મીએ એલઓસી પર તંગધાર સેક્ટરમાં ગોળીબારની શરૂઆત કરી હતી. ત્યાર પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં ૮ પાકિસ્તાની સૈનિકને ઠાર માર્યા હતા. ભારતના ૫ જવાન શહીદ થયા છે અને ૬ નાગરિકનાં પણ મોત થયાં છે. પાકિસ્તાની આર્મીનાં બંકર અને ચોકીઓને પણ મોટા પ્રમાણમાં તબાહ કરી દેવાયાં છે. આ પહેલાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એને રોકવા માટેના પ્રયાસમાં ઉરી સેક્ટરમાં બે ભારતીય સૈનિક શહીદ થયા હતા. તો ગુરેજમાં બીએસએફના સબ-ઇન્સ્પેક્ટર શહીદ થયા હતા. કેટલાક ભારતીય સૈનિક ઇજાગ્રસ્ત થયા છે. આર્મી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે એક તરફ ભારત અને ચીન સરહદ શાંતિ સ્થપાઈ રહી છે ત્યારે બીજીતરફ પાકિસ્તાન સરહદે અટકચાળા કરી રહ્યું છે પાકિસ્તાન એ આખા વર્ષ દરમિયાન ચાર હજાર વખત સીઝફાયરનો ભંગ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે  આ વર્ષે છેલ્લા ૧૭ વર્ષનો રેકોર્ડ નાપાક હરકતથી તૂટી ગયો છે. પાકિસ્તાને ભારતના કેટલાક સિવિલિયન વિસ્તારોને પણ નિશાન બનાવ્યા હોવાનું જાણવા મળે છે. ભારતીય સેનાએ કરેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે.

અઠવાડિયામાં સતત બીજી વખત સિઝફાયર ભંગ

પાક. આર્મીએ તંગધાર, ઉરી, ગુરેજ સહિત કેરન, નૌગામ વગેરે સેક્ટરમાં ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો. એમાં ૩ નાગરિકોનાં મોત થયાં હતાં. ૪ નાગરિકને ઇજા થઈ છે. પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી અને યુદ્ધ વિરામ ઉલ્લંઘનની આ સપ્તાહની આ બીજી ઘટના છે. આ અગાઉ ૭-૮ નવેમ્બરે માછિલ સેક્ટરમાં આ પ્રકારનો પ્રયાસ થયો હતો. એ સમયે ભારતીય સૈનિકોએ ત્રણ આતંકીને ઠાર માર્યા હતા.

Loading...