Abtak Media Google News

ડાયનાસોર અને માણસો વચ્ચે જબરદસ્ત એક્શન અને થ્રીલથી ભરપૂર ફિલ્મ ‘જુરાસિક વર્લ્ડઃ ફોલેન કિંગ્ડમ’નો બીજુ ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મ 2015માં આવેલી ‘જુરાસિક વર્લ્ડ’ની સ્કિવલ છે. આ બીજા ટ્રેલરમાં તમને પ્રથમ ભાગ કરતા વધુ ખતરનાક સીન્સ જોવા મળી શકે છે.

જુરાસિક વર્લ્ડઃ ફૉલેન કિંગડમ’ના ડિરેક્ટર જે.એ.બેયોનએ ફિલ્મ ને હિટ કરવા માટે એક્શન સીન પર ઘણું કામ કર્યું છે. ટ્રેલરના પ્રથમ સીનમાં જ ડાયનાસોર અને એક નાની બાળકીને જોઈ શકાય છે. આ માટે સાયન્સ ફિક્શન પર બેઝડ જુરાસિક સીરિઝની ફિલ્મોના રોમાંચ માટે તૈયાર થઈ જાવ. આ વખત ડાયનાસોર વધુ ખૂંખાર જોવા મળશે. ફિલ્મની કહાણી ડાયનાસોર અને તેમની આસપાસ ફસાયેલા લોકોની છે, ટ્રેલર જોઈને અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મમાં આ વખતે પણ માણસો અને ડાયનાસોરની લડાઈ રસપ્રદ રહેશે.

ફિલ્મમાં ક્રિસ પેટ મુખ્ય કેરેક્ટરમાં જોવા મળશે. ફિલ્મની કહાણી એક એવા રિટાયર્ડ આર્મી ઓફિસરની છે જે ડાયનાસોરની અલગ જ જાતિને શોધવા નીકળે છે અને તેમાં સફળ પણ થાય છે. ફિલ્મમાં ક્રિસ પ્રેટની સાથે જેફ ગોલ્ડબ્લમ, ગ્રાઈસ ડલાસ હોવર્ડ અને ઈયાન મેલ પણ જોવા મળશે.

ખાસ વાત તો એ છે કે, હોલિવૂડ ફિલ્મ હોવાછતાં આ ફિલ્મ અમેરિકા કરતા પહેલા ભારતમાં રીલિઝ થવાની છે. આ ફિલ્મ 8 જૂનના રોજ ભારતમાં રીલિઝ થશે, તેના બે અઠવાડિયા બાદ આ ફિલ્મ 22 જૂનના રોજ અમેરિકામાં રીલિઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.