Abtak Media Google News

જુનો સ્પેશક્રાફટ દ્વારા માસા દ્વારા હાથ ઘરાયેલ સંશોધન

પૃથ્વી કરતા ૧૧ ગણા મોટા જયુપીટર ગ્રહ વિશે ગઇકાલે નાસાના સંશોધકો દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં પૃથ્વી પર તથા અન્ય ગ્રહો પર કે જે સૌર મંડળમાં આવેલા છે. તેના પરની અસરો વિશે અભ્યાસ કરવામાં આવ્યો હતો.

જુનો સ્પેશક્રાફટ દ્વારા વાવા ઝોડાનું જયુપીટર સાથે જોડાયેલ રહસ્ય ૧ર તબબકામાં નીરીક્ષણ કરવામાં આવ્યું હતું. જયુપીટરની ઉત્તર અન દક્ષિણ ભાગમાં ૧૪૦૦ કી.મી.ના અંતર સુધી ફેલાયેલ ૮૭૦ માઇલ જેટલુ કદાવર વાવાઝોડુ જોવા મળ્યું હોવાનું સંશોધન જર્નલ સાયંસના આ અઠવાડીયામાં બહાર પડેલ અંકમાં છપાયું હતું.

સ્પેશક્રાફટ દ્વારા એમોનિયાના પટ્ટાનો વધારો થતાં વાતાવરણ પરની અસર સેંડકો માઇલ સુધી નોંધવામાં આવી હતી. તેમજ જયુપીટશના બાહ્યવર્તુળમાં થતી અન્ય અસરોની પણ ચકાસણી કરતા હોમોજીનીયસ ગેસની અસર વધી હોવાનું જણાવ્યું છે. જેના મુખ્ય સંશોધનકર્તા એન્ટોનિયોના સ્કોલ્ટ બોલ્ટન કે જે સાઉથવેસ્ૃટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ સાથે જોડાયેલા છે.

તેમણે ટેક્ષાસ ખાતે એડ ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ એક વણનોધાયેલી અસર છે. જેમાં તારણો દ્વારા પવનનું વધતુ પ્રમાણ અને હલચલ જોવા મળ્યા હતા. પૃથ્વી કરતા ૧૧ ગણા મોટા આ ગ્રહ પર એક સરખા વાદળો હોવાનું જણાય છે. પરંતુ તે તે હકીકતમાં ગતિમાન હોવાનું જણાય છે. જુનો સ્પેશક્રાફટ દ્વારા જયુપીટરથી ૨૬૦૦ માઇલનું અંતર કાપીને આ નિરીક્ષણ કર્યુ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.