Abtak Media Google News

મનપામાં થયેલા કૌભાંડ અંગે વારંવાર રિમાઈન્ડર છતાં એસીબીએ કાર્યવાહી ન કરતા નોટિસ

જુનાગઢ મનપામાં લાગલગાતાર કૌભાંડો અને અણઆવડત ભુતકાળમાં છતાં થયા છે. બહુ મોટુ ગણી શકાય અને માનવતા તેમજ પ્રજા લાગણી સાથે સીધુ સંકળાયેલુ ગૌશાળા કૌભાંડમાં વિસલ બ્રોઅર તરીકે ફરિયાદીએ ૨૧ જુન ૨૦૧૮ના એસીબી વિભાગને આ મામલે ફરિયાદ આપેલ. આ ફરિયાદ માટે એસીબી વિભાગને આ મામલે ફરિયાદ આપેલ. આ ફરિયાદ માટે એસીબી વિભાગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા ફરિયાદીએ ન્યાય માટે હાઈકોર્ટમાં જતા નામદાર હાઈકોર્ટે ગઈકાલે એસીબીને નોટીસ ફટકારતા આ વાતને લઈને જુનાગઢ મનપામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ મનપાના જે-તે સમયના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરી સતાનો દુર ઉપયોગ કરી બોગસ કાગળોનો ખરા તરીકે ઉપયોગ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યાની વિસલ બ્લોઅર તરીકે ફરિયાદ તુષાર સોજીત્રાએ ગત તા.૨૧/૬/૨૦૧૮ના આપી હતી. આ ફરિયાદના અનુસંધાને ૧૯ જુલાઈ ૨૦૧૮ના ફરિયાદીને એસીબી કચેરી ખાતે નિવેદન લેવા માટે બોલાવવામાં આવેલ.

પ્રાથમિક આધાર પુરાવાઓ સાથે નિવેદન આપ્યા પછી વધુ એક વખત કચેરી દ્વારા ૨૪-૮ના ફરિયાદીને એસીબીમાંથી ફોન આવેલ અને પ્રાથમિક પુછપરછ પણ કરેલ ત્યારે ફરિયાદીએ આ સંદર્ભે અગાઉ નિવેદન તેમજ પ્રાથમિક પુરાવાઓના કાગળો આપ્યા હોવાનું જણાવેલ તેમજ આ સઘળી હકિકત વધુ એક વખત અધિક નિયામક લાંચ રૂશ્ર્વત વિરોધી બ્યુરોને પણ મોકલેલ તેની સાથે ફરિયાદીએ એસીબી વિભાગમાં સંકલનનો અભાવ હોવાનું પણ જણાવેલ.

આ ફરિયાદ ઉપરાંત અનેક વખત આ ફરિયાદ સંદર્ભે રીમાઈન્ડર આપવા છતાં એસીબીએ કોઈ કાર્યવાહી ન કરતા ફરિયાદીએ હાઈકોર્ટ સુધી ન્યાય માટે લાંબુ થવુ પડયુ હતું. આ મામલે નામદાર હાઈકોર્ટે એસીબી વિભાગને નોટીસ આપી આગામી તારીખ ૧૦મી એપ્રિલે હાજર થવા હુકમ કરતા મનપાના બેડામાં આ વાતને લઈ હડકંપ મચી જવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.