Abtak Media Google News

સુરેન્દ્રનગરમાં ઉમેદવારો દ્વારા આવેદનપત્ર અપાયું

ગુજરાત વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગત વીજ કંપનીઓ દ્વારા જુનિયર આસિસ્ટન્ટ ની ભરતી પ્રક્રિયામાં લાયકાત બાબતે ફેરફાર કરવામાં આવ્યા છે, હાલ વર્ષે નિગમ દ્વારા લાયકાતમાં સુધારો કરીને ભરતી ફરીથી બહાર પાડવામાં આવતા વિદ્યાર્થી ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.  આથી આ મામલે વિદ્યાર્થી સંગઠનના હિતમાં કામ કરતી સંસ્થાના નેજા હેઠળ વિદ્યાર્થી ઉમેદવારોએ કલેકટર કચેરીએ દોડી આવી અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ યાંત્રિક સંવર્ગની એન્જિનિયર ની લાયકાત સમાવેશ બધી જ ભરતી પ્રક્રિયામાં કરવામાં આવે, શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન ૫૫ ટકા ધરાવતા ઉમેદવારો જ ઉમેદવારી નોંધાવી શકે તે નિર્ણય તાત્કાલિક દૂર કરવો, શૈક્ષણિક લાયકાતમાં ફક્ત રેગ્યુલર કોર્સ કરેલ વિદ્યાર્થી જ ફોર્મ ભરી શકે એ નિયમ બનાવ્યો છે તે નિયમ બાબતે યોગ્ય કરવુ, સહિતની બાબતોનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની માંગ ઉઠાવી હતી.

સમગ્ર રાજ્યમાં તાજેતરમાં ગુજરાત ઉર્જા વિકાસ લીમીટેડ અંતર્ગત વિજતંત્ર દ્વારા જુની .આસીસટન્ટની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે જેના કારણે સમગ્ર રાજ્યમાં લાયકાત ધરાવતાં ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભોગ બનનાર વિદ્યાર્થીઓએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું અને ભરતી પ્રક્રિયા માટે જુના નિયમો જ અમલ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.