Abtak Media Google News

ફિલ્ટર પ્લાન્ટને અન્ય જગ્યાએ ખસેડવાના નિર્ણય સામે લોકોએ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો રોષ: તંત્રના આખ આડા કાન: મ્યુ. કમિશનરને આવેદન

જુનાગઢ લઘુ કુંભ મહાશિવરાત્રી મેળા વખતે જુનાગઢ યાત્રિકોને પવિત્ર સાથે શુદ્ધ પાણી માટે દામોદર કુંડ ખાતે ફિલ્ટર પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો આ ફિલ્ટર પ્લાન્ટને લગાવતી વખતે દામોદર કુંડ ખાતે ઉત્સવ જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો કેટલાય ભાષણ પ્રિય નેતાઓએ હાથમાં માઇક આવી જતા ઉભરાતી ધાર્મિક લાગણી સાથે તંત્રના મો પાઠ વખાણ લાલા કર્યા હતા પરંતુ તાજેતરમાં આ ફિલ્ટર પ્લાન્ટ દામોદર કુંડ ખાતે થી હટાવી વિલિંગ્ડન ડેમ ખાતે લગાવાયો હોવાની લોકચર્ચાના કારણે સ્થાનિક સહિત ધાર્મિક લાગણી થી આવતા યાત્રિકોની લાગણી દુભાઇ છે.

જુનાગઢ ગત વર્ષે લઘુ કુંભ મહાશિવરાત્રી મેળા વખતે યાત્રિકોની સુવિધાના વધારો કરવાના નામે દામોદર કુંડ ખાતે ફિલ્ટર પ્લાન્ટ મુકવામાં આવ્યો હતો આ ફિલ્ટર પ્લાન્ટ હાલ છાનામાના દામોદર કુંડ ખાતે થી હટાવી વિલીંગ્ડન ડેમ ખાતે લગાવવામાં આવ્યો છે. આ ફિલ્ટર પ્લાન્ટ દામોદર કુંડ ખાતે કાર્યરત થયો ત્યારે ઘણાં બધાં અગ્રણી ઓ ના ઇન્ટરવ્યુ ટીવી ચેનલ મા અને અખબારી માધ્યમોમાં  આવ્યા હતા.  હાલ ફિલ્ટર પ્લાન્ટમાંથી હટાવી લેવાતાં જૂનાગઢના જાગૃત નાગરિક અને આગેવાનો અમૃતભાઈ દેસાઈ દ્વારા અગાઉ એક ઝુંબેશ હાથ ધરી હતી જેનું શિર્ષક હતું એક હતો દામોદર કુંડ એ વખતે  નરસૈયાના સ્વામી ની મદદથી એ ઝુંબેશ મા સફળતા મળી અને દામોદર કુંડ બચાવી શક્યા હતા. ફરી એક વાર એક ઝુંબેશ હાથ ધરી છે જેનું શિર્ષક છે અંહી હતો ફિલ્ટર પ્લાન્ટ.. આવો સાથે મળીને દામોદર કુંડ ખાતે યાત્રિકોની સુવિધા છીનવવાના પ્રયાસને નાકામ બનાવી એ અને યાત્રાળુઓને શુધ્ધ પાણી મા સ્નાન કરી શકે તેવા એક માત્ર શુભ આશય થી આ ઝુંબેશ ને સફળ બનાવીએ.. ધન્ય ધરા નરસૈયા ની મીડિયાની આ ઝુંબેશ ઉપરાંત અમૃત દેસાઈ દ્વારા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જૂનાગઢ જિલ્લા કલેકટર અને મહાનગરપાલિકાના કમિશનર ને પણ રજૂઆત કરવામાં આવી છે રજૂઆતો બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી હાથ ન ધરાતા ધીરે ધીરે લોકોની નારાજગી સપાટી પર આવી રહી છે આજે જૂનાગઢના અન્ય જાગૃત નાગરિકોએ કમિશનરશ્રી ને રૂબરૂ મળી વધુ એક રજૂઆત કરી છે જેમાં જણાવાયું છે.

6 Banna For Site

આ વર્ષે મહા શિવરાત્રી મેળા દરમ્યાન આ ફિલ્ટર પ્લાન્ટ મુકવામાં આવ્યો ન હતો અને આ વર્ષ દરમ્યાન શિવરાત્રી મેળા દરમ્યાન આ ફિલ્ટર પ્લાન્ટ દામોદર કુંડ ખાતે જોવા મળ્યો નહતો.જેથી આ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ,  દામોદર કુંડ ખાતે ગત વર્ષની જેમ આ વર્ષે શુદ્ધ પાણીમાં ડૂબકી લગાવી શક્યા ન હતા જેથી ભાવિકોમાં રોષની લાગણી જોવા મળી હતી સાથે ક્યાંક ને ક્યાંક આસ્થા ને ઠેસ પહોંચી રહી છે એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. દામોદર કુંડ પર અગાઉ પણ લોકોની આસ્થા અને લાગણી સાથે ચેડા કરવામાં આવ્યા હતા અને ફરી પાછું આ વર્ષ દરમ્યાન ફિલ્ટર પ્લાન્ટ ત્યાં જોવા ન મળતા ફરી પાછી ભાવિકોની લાગણી દુભાઈ રહી છે. જે તે સમયે ગયા વર્ષે લઘુ કુંભ મેળા દરમ્યાન આ ફિલ્ટર પ્લાન્ટ દામોદર કુંડ પર મુકવામાં આવ્યો હતો ત્યારે જવાબદાર લોકોએ એક ટીવી ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે આ ફિલ્ટર પ્લાન્ટ ૨૫ લાખના ખર્ચે થશે અને દામોદર કુંડ પર આવતા ભાવિકોની સુવિધા માટે આ ફિલ્ટર પ્લાન્ટ મુકવામાં આવી રહ્યો છે. ત્યારે આ ભાવિકોની, શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં લઈ આ ફિલ્ટર પ્લાન્ટ ફરી પાછો દામોદર કુંડ ખાતે યોગ્ય જગ્યાએ કાર્યરત કરવામાં આવે એવી માંગણી મિલન ભાઈ કેલૈયા, જીગ્નેશ ભાઈ  પંડ્યા, રાહુલ ભાલીયા, અજય છાયા, મનોજ ચુડાસમા, વિનોદ રામાણી, ભાવેશ કટારીયાપ, સહિતના બિનરાજકીય લોકોએ વધુ એક વખત મહાનગરપાલિકાના કમિશનરને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.