Abtak Media Google News

જૂનાગઢના તબીબોએ કરી બતાવી ૭૦%થી વધુ રિકવરી : ૧૦૦%ની સેવાતી આશા

જુનાગઢ જિલ્લામાં ભેસાણના તબીબમાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા પછી, સતત કેસ વધતા જતા હતા પરંતુ તબીબોની ટીમના તજજ્ઞોના માર્ગદર્શન નીચે જુસ્સાથી કરેલા ટીમ વર્ક સાથે કુનેહપૂર્વકની કામગીરીએ  કોરોનાને પછાડવામાં સફળતા મેળવી છે, આજે વધુ ૮ દર્દીઓની તબિયત સુધરતા હોમ આઇસોલેશનની સલાહ સાથે હોસ્પિટલના ડોક્ટરોની દેખરેખ નીચેથી ડીસચાર્જ કરવામાં આવ્યા છે.

જુનાગઢમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ આવ્યો ત્યારથી જ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, જીલ્લા આરોગ્ય અધિકારી, મેડિકલ કોલેજના ડીન, સિવિલ સર્જન, આરએમઓ સહિતના અધિકારીઓની સીધી દેખરેખ તેમજ જરૂરી તમામ માળખાગત્ સુવિધાઓ યુદ્ધના ધોરણે ઉભી કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. સાથે સતત પરિવારથી દિવસો સુધી  દૂર રહી કામ કરતા ડો. ગૌરવ બાંભાણી  અને ડો. ચિંતન યાદવ સહિતના ડોક્ટરો આટલી ભારે ગરમીમાં સતત પી.પી.ઇ. સુટ પહેરી, સતત ૬ કલાક અને ૧૨ કલાક જેવી ડ્યુટી કરતા ડોક્ટરોનું અને નર્સીંગ સ્ટાફના જુસ્સા તેમજ ટીમ વર્કંથી આ શક્ય બન્યુ છે.

ડો. ચિંતન યાદવ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારી પાસે જે દર્દીઓ આવતા તેને શારીરિક તેમજ સાઇકોલોજીકલ પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કર્યું છે, અમુક પેશન્ટ જ્યારે હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા આવતા ત્યારે કોરોનાના ભયના કારણે તેમને માનસિક મજબૂત કરવા તે પણ ડોક્ટરો સામે એક પડકાર હતો.

તમામ ડોક્ટર અને નર્સ દ્વારા ભારત સરકાર તેમજ આઈ.સી.એમ.આર.ના માર્ગદર્શનને અનુસરી તે લોકોને સમયસર દવા સહિતના ગાઇડ લાઇન મુજબના જરૂરી પ્રવધાનો સમયસર આપવામાં આવતા હતા, ત્યારે આ પરિણામ સુધી તેઓ પહોંચી શક્યા હતા.

આજે કોવિડ કેર સેન્ટર માંથી વધુ ૮ દર્દીઓને હોમ આઇસોલેશનની સલાહ સાથે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, ડિસ્ચાર્જ કરવામાં આવેલ દર્દીઓ ની વિગતો મુજબ ૩ દર્દીઓ કેશોદના છે અને ૫ દર્દીઓ બરડીયા (વિસાવદરના) છે અત્યાર સુધીની જુનાગઢ ને લગતી પરિસ્થિતિ પર નજર કરતા કુલ પોઝિટિવ કેસ ૨૯ જેમાંથી આજના ૮ દર્દીઓ સહિત કુલ ૨૪  દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, અને હવે કુલ એક્ટિવ કેસો ૫ છે અને તેમની તબિયત પણ સુધારા તરફ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.