Abtak Media Google News

વિજ બીલ ન ભરનારા ૪૯ ગ્રાહકોના મીટર ઉતારી લેવાયા

જૂનાગઢ લાંબા સમયથી અમુક વિસ્તારોમાં માથાભારે ઇસમો પી.જી.વી.સી.એલ.કંપનીને પોતાની વડીલો પાર્જીત જાગીર ગણીને ઘણા લાંબા સમયથી વિજ બીલના નાણા ભરતા ન હતા પી.જી.વી.સી.એલ.ના ઉચ્ચ અધિકારીઓને આ વાત ધ્યાને આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓની મદદ લઈ ગયકાલે ગાંધીગ્રામ વિસ્તારમાં વિજ બીલ ના ભરનારા કહેવાતા માથાભારે ઇસમોના કનેકશનો જમાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ઓચિંતી પોલીસ અને પી.જી.વી.સી.એલ.ના કર્મચારી ઓની ટીમો ના ધાળા ગાંધીગ્રામ વિસ્તારમાં ઉતરતા જબરો ખાસ ઓપરેશન જેવો માહોલ સર્જાયો હતો

7537D2F3 2

આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર જૂનાગઢ નાં ગાંધીગ્રામ વિસ્તારમાં લાંબા સમયથી કહેવાતા માથાભારે ઇસમો વિજ બીલના નાણા ના ભરી મનમાની ચલાવતા હતા આવા ઇસમો પી.જી.વી.સી.એલ.ના ઉચ્ચ અધિકારી ઓને ધ્યાનમાં આવતા પોલીસની મદદ માંગવામાં આવી હતી જેમાં જુનાગઢ રેન્જના ડી.આઇ.જી. મનિંદર પ્રતાપસિંઘ પવાર, તથા જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક, સૌરભસિંઘ, તથા જુનાગઢ વિભાગના ના.પો.અધિ, પ્રદિપસિંહ જાડેજા,ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ સી ડીવી પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી. ડી.જી.બડવા. સાથે તથા જુનાગઢ શહેરના ૦૬ પો.સબ.ઇન્સ.શ્રી એન.કે.વાજા, શ્રી અર.જી.મહેતા, શ્રી પી.વી.ધોળકિયા, શ્રી જે.એચ.કછોટ, શ્રી એન.જી.પરમાર, તથા અન્ય પોલીસ ની સંયુક્ત ટીમો આ ઓપરેશન માં જોડાયેલ હતા પી.જી.વી.સી.એલ.ના મુખ્ય ઇજનેરશ્રી આજકિયા, તથા અધિક ઇજનેર માવાણી, ના સિધા માર્ગદર્શ મુજબ કાર્યપાલક ઇજનેરશ્રી યુ.જી.વસાવા, ની આગેવાની હેઠળ શહેરના ઙૠટઈક તરફથી ૦૩ નાયબ ઇજનેર, ૦૨ જુનિયર ઇજનેર, તથા ક્લિયરીકર કર્મચારી ૦૬, તથા ૧૮ ટેકનિકલ કર્મચારી જોડાયેલ જેમાં ઘણા સમયથી જુનાગઢ શહેર જેમાં મુખ્યત્વે ગાંધીગ્રામ વિસ્તારમાં ઘણા સમયથી વિજ બીલના નાણા ના ભરનારા ૮૯ માથાભારે વ્યક્તિઓ સામે ૧૪.૫ લાખ જેવી માતબર રકમ વસુલ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવેલ જેમાં મુખ્યત્વે ગાંધીગ્રામ વિસ્તારના વિજ બીલ ન ભરનારા ૮૯ ઇસમો માંથી ૪૯ ગ્રાહકોના વિજ મીટર તથા સર્વિસ વાયર ઉતારી જમા લેવાયેલ જેમાં બાકિ લેણી રકમ રૂ.૮,૫૯૦૦૦ હતી. ઉપરાંતમાં ૨૩ ગ્રાહકો દ્વારા ૩,૭૭૦૦૦ લાખ રૂપીયાની રકમની સ્થળ ઉપર જ ચુકવણી કરી આપવામાં આવેલ. આમ સરકારી લેણી રકમ ન ભરી કાયદાની અવગણના કરનાર કહેવાતા માથાભારે ઇસમોને ત્યાં કાર્યવાહી હાથ ધરેલ હતી.જેના કારણે આખાય વિસ્તારમાં આવા તત્વો માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો સાથે સાથે જૂનાગઢ પી.જી.વી.સી.એલ.ના જાણકાર સુત્રોના જણાવ્યા અનુસાર જૂનાગઢ શહેરના કેટલાય વિસ્તારોમાં આ રીતે તેમજ આનાથી વિશેષ કર્મચારી ઓની મીઠી નજર તળે ભુતીયા કનેકશનો ચાલી રહ્યા છે તેમનો વારો ક્યારે આવસે ? તેવો વેધક સવાલ પણ ઉઠવા પામ્યો છે સાથે આવુ ચલાવી લેનારા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ પર પણ ભવિષ્યમાં પગલા લેવાય તેવો ગણગણાટ પી.જી.વી.સી.એલ.ના કર્મચારી વર્તુળોમાં ચાલી રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.