Abtak Media Google News

અખબારી માધ્યમોમાં પ્રસિધ્ધ થયેલા સમાચારોને હથીયાર બનાવી બદનક્ષીનો કેશ કરનાર મનપાને કાયદાની ધોબી પછાડાટ

જૂનાગઢ લોકશાહીનો સૌથી મોટો આધારસ્તંભ ગણાતુ ન્યાયતંત્ર હાલ ખરેખર અડીખમ હોય તેવો અહેસાસ પ્રજા માટે લડતા જૂનાગઢના એક સામાન્ય નાગરિકને થયો છે મહાનગર પાલિકાના અધિકારીની બદનક્ષીના કેસમાં એક સામાન્ય વ્યક્તિને પ્રાથમિક તબબકે જ બિનતહોમત છોડી મુક્તિ આપતા જૂનાગઢ કોર્ટ દિશા સુચક ચુકાદો આપતા દિલીપસિંહ હમીરસિંહ સોલકીને મોટી રાહત સાથે ન્યાય તંત્રમાં વિશ્વાસ મજબુત થયો હતો

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ મહાનગર પાલિકાના ઉચ્ચ અધિકારીઓના આદેશોનું આંધળુ અનુકરણ કરી લોકોના હક માટે ની સ્વાર્થ લડત ચલાવનારાને કાયદાની આટી ઘુંટી માં નાખી હંફાવવાના મલીન ઇરાદા સાથે પ્રથમ જૂનાગઢ પોલીસમાં અને ત્યારબાદ પોલીસે આ ફરિયાદ અંગે કાનૂની કાર્યવાહી કરવાનું સૂચન કરતા જૂનાગઢની કોર્ટમાં દિલિપસિંહ હમીરસિંહ સોલંકી સામે કમિશ્નરે આપેલા આદેશને પગલે કર્મચારી વિજયભાઈ ઢાલણીએ જૂનાગઢ કોર્ટમાં કમિશનરની બદનક્ષી કરવા અને ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે દાદ માંગી હતી આ કેસમાં પ્રાથમિક તબક્કે જ કરવામાં આવેલ અવલોકન બાદ ગુન્હો બનતો નથી તેવું માની આરોપીને બિન તહોમત છોડી દેવાનો આદેશ કરતા મહાનગર પાલિકાના અધિકારીને ધોબી પછડાટ મળી હતી લોકોના પ્રશ્નો માટે મહા નગરપાલિકા તંત્રની ઉંઘ હરામ કરનારના સાચા અને લોકોની સુખાકારીને સ્પર્શતા સાચા પ્રશ્નો માટે બીન રાજકીય લડત લડનારાને સાંભળવાના બદલે તેમની સામે વ્યક્તીગત રોષ રાખી જૂનાગઢના તત્કાલીન કમિશનર વી જે રાજપૂત સામે લાંબી લડાઈ લડનારા સાવ સામાન્ય નગરજન દિલીપસિંહ હમીરસિંહ સોલંકીને બદનક્ષીના કેસમાં ઢસડી જવાના પ્રકરણમાં અનેક પ્રશ્નો ઉભા થયા હતા અખબારોમાં આવેલા સમાચારને માધ્યમ બનાવી મહાનગર પાલિકાના કમિશનર દ્વારા કાનૂની કાર્યવાહી માટે આદેશ કરવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક તારણો ઉપર નજર કરી આ કેસમાં કોઈ ગુન્હો બનતો નથી તેવું ટાંકી જૂનાગઢ કોર્ટ દ્વારા આરોપી દિલીપસિંહ હમીરસિંહ સોલંકીને બિન તહોમત છોડી મુકવા આદેશ કરવામાં આવ્યો છે.

7537D2F3 1

એક તરફ આખું તંત્ર અને બીજીબાજુ જૂનાગઢના એક સામાન્ય નાગરિકની હક માટેની લડાઈમાં ફરિયાદીને માનસિક ત્રાસ આપી ફરિયાદ કરતા અટકવવા માટે પહેલા પોલીસ ફરિયાદ અને ત્યારબાદ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ન્યાયધીશ દ્વારા સમગ્ર કેસમાં ઊંડાણ પૂર્વકનો અભાયસ અને રજૂ કરવામાં આવેલ પુરાવાના આધારે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે આરોપી સામેના આરોપ તથ્ય વિહીન અને પાયા વિહોણા છે પ્રાથમિક તબક્કે જ આમાં ગુન્હો બનતો નથી આમ ન્યાયતંત્ર દ્વારા એક સામાન્ય નાગરિકની સાચી વાતને ન્યાય મળતા ખોટી રીતે બદનક્ષીની ફરિયાદો કરી અરજદારોને દબાવવાના પ્રયત્નો કરતા મહાનગર પાલિકાના અધિકારીઓને પછડાટ મળી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.