Abtak Media Google News

સ્ટેટ જીએસટી દ્વારા કરાઇ કાર્યવાહી: આરોપીને જેલ હવાલે કરાયો 

રાજકોટ જીએસટી વિભાગનાં ડિવીઝન-૧૧ ની તપાસ ટીમોએ તાજેતરમાં જુનાગઢમાંથી રૂ રર૭ કરોડનું બોગસ બિલીંગ ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમ્યાન જુનાગઢનાં દિલીપ મોહનભાઇ સેજપાલે બે માસમાં જ અન્ય લોકોનાં પાન કાર્ડ નો ઉપયોગ કરી જુદા જુદા રાજયોમાં નવ બોગસ પેઢીઓ ખોલી નાંખી હતી. અને કરોડો રૂ નો માલ અનય રાજયોમાં મોકલી કરચોરી કરી હતી.આ બાબતે તપાસ દરમ્યાન બહાર આવતા આ કૌભાંડના મુખ્ય સુત્રધાર દિલીપ સેજપાલ ના સ્ટેટ જીએસટીએ ધરપકડ કરી છે.

આ અંગેના જીએસટીના સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢના તથા આજુબાજુના વિસ્તારોના મજુરી કામ અને નાના વેપાર ધંધો કરતા વ્યકિતઓ પાસેથી પાન કાર્ડ આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવીને તેનો દુરુપયોગ કરી દિલીપ મોહનભાઇ સેજપાલ દ્વારા જુનાગઢ ખાતે નવ પેઢીઓ ઉભી કરવામાં આવેલ હતી. આ ઉપરાંત તેમના દ્વારા આજ વ્યકિતોના મેળવેલા પુરાવાઓનો દુરુપયોગ કરીને ગુજરાત બહાર બીજા ૧૧ રાજયોમાં કુલ ૧પ પેઢીઓ ઉભી કરીને જીએસટી નંબરો મેળવવામાં આવેલ હતા.

દિલીપ મોહનભાઇ સેજપાલ દ્વારા કુલ રર૭ કરોડના ઇ-વે બીલ જનરેટ કરીને ગુજરાત બહાર સીંગદાણા અને ધાણાનો માલ મોકલવામાં સકીય ભૂમિકા ભજવવામાં આવેલ હતી. જેમાં રૂ ૧૧ કરોડ જેટલા વેરાની રકમ સંડોવાયેલા છે. જયારે તા. પ-૪ ના રોજ આ તમામ નવ જગ્યાઓ તપાસો કરવામાં આવેલ ત્યારે દીલીપ મોહનભાઇ સેજપાલ ફરાર હોવાથી તેઓના જુનાગઢ ખાતેના રહેઠાણના સ્થળને સીલ મારીને એસ.આર.પી. મૂકવામાં આવેલ.

ત્યારબાદ તેઓ તા. ૧૪-૪ ના રોજ તપાસ અધિકારી સમક્ષ હાજર થતાં તેમના નિવેદનો મેળવીને આ ઇ-વે બીલ કૌભાંડમાં તેમની સક્રિય ભૂમિકા સાબ્તિ થતા તા. ૧૪-૪ ના રોજ દીલીપ સેજપાલની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.