Abtak Media Google News

પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને લોક સાહિત્યકાર માયાભાઇ આહિર સહિતના સાહિત્યકારોની શુભેચ્છા

જૂનાગઢ ગુજરાતના ઘરેણા સમાન કવિ દાદબાપુએ ગાયેલ લોકપ્રિય ગીતો હવે તેમના સુપુત્ર કવિ જીતુદાદ ગઢવીના કંઠમાં યુ-ટ્યુબ ચેનલ પરથી રજુ થશે. કવિ દાદબાપુ પ્રકૃતિના કવિ કહેવાય છે. હિરણ નદિના પ્રાકૃતિક દ્રશ્યોના એમના કાવ્યો ખુબ પ્રસિઘ્દ્ર છે. એમના અનેક હદય સ્પર્શી ગીતો જેવા કે કાળજા કેરો કટકો મારો…  મારે ઠાકોરજી નથી થવું…. કૈલાસ કે નિવાસી…. જેવી અનેક રચનાઓ વર્ષોથી ગવાય છે. ત્યારેે હવે કવિ દાદબાપુના સુપુત્ર જીતુ દાદ ગઢવીના કંઠમાં દાદબાપુના ગીતો સુંદર પિક્ચરાઇઝેશન સાથે રજુ થશે. જેમાં પ્રથમ ગીત માણીગર મોરલો…. આ ગીત જીતુ દાદ ગઢવી ઓફીશ્યલ યુ-ટ્યુબ ચેનલ પરથી રજુ થશે. જે પ્રકૃતિ પ્રેમીઓએ ખાસ માણવા જેવું ગીત છે.

કવિ દાદબાપુએ ગાયેલા લોકપ્રિય ગીતો તેમના સુપુત્ર જીતુદાદ ગઢવીના કંઠમાં તેમની યુ-ટ્યુબ ચેનલ પરથી રજુ થવા જઇ રહ્યા છે. ત્યારે કવિઓ અને લોકસાહિત્યકારો વગેરેએ રાજીપો વ્યક્ત કરીને શુભકામકના પાઠવી છે.

પદ્મશ્રી લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ મોરના ઇંડા ચિતરવા ન પડે તેમ જણાવીને કવિ જીતુદાદ ગઢવીને તેમના ગીતોને પાંખો આવશે તેમ જણાવી શુભેચ્છા પાઠવી હતી, પ્રકૃતિના કવિ દાદબાપુએ તેમના સુપુત્ર જીતુદાદ ગઢવીના નવા સાહસને બિરદાવી આશીર્વાદ આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.