Abtak Media Google News

જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં  અલગ-અલગ છાપા મારી ઢગલા બંધ પ્યાસી ઓને લોકઅપની હવા ખવડાવી

જુનાગઢ તેમજ સોરઠ પંથકમાં દારૂ ની બદી બિલાડીના ટોપની માફક ફૂલીફાલી છે શહેરતો ઠીક  ગ્રામ્ય વિસ્તારમાં પણ આ બદી એ  ભરપૂર પગપેસારો કર્યો છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના અને શહેરી વિસ્તારમાં  પગાર ઉપરાંત ની મલાઈ કમાઇ લેવા પોલીસ ના ફુટલા કાટલાઓ ના કારણે  આખા ડિપાર્ટમેન્ટની છાપ ખરડાઇ રહી છે હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન તળે  શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી પોલીસે ઢગલાબંધ પ્યાસીઓ તેમજ હોલસેલર અને રિટેલર ધંધાર્થીઓને દબૌચવાનું શરૂ કર્યું છે જેનાથી પ્યાસીઓ અને ખૂણેખાંચરે  હાટડા  ચલાવનારાઓ મા રીતસર કંપારી છૂટી જવા પામી છે

 અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં થી વરસાદની સાથે મંદીરા ની મોજ માણતા પ્યાસીઓ નો નશો ઉતારવા નું પોલીસે શરૂ કર્યું છે છેલ્લા ગણત્રીના દિવસોમાં જુનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી  તેમજ તાલુકા વિસ્તારોમાંથી ઢગલા બંધ પીધેલાઓને પોલીસે લોકઅપની હવા ખવડાવી છે જેમાં જોષીપુરા રાધિકા પાર્ક માં રહેતા જીગ્નેશ કાંતિભાઈ રાઠોડ ઉમર વર્ષ ૨૯ વાળાને ઝાંઝરડા રોડ પરથી ઝાંઝરડા રોડ પર રહેતા રાજેશ કાળુભાઈ સોલંકી ઉંમર વર્ષ ૩૨ વાળાને તેના ઘર પાસેથી આ ઉપરાંત  ગ્રામ્ય  વિસ્તારના  કેરાળા માંથી બે તેમજ ગોલાધર માંથી એક આ ઉપરાંત કેશોદ, ભેસાણ, સહિતના તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાંથી આશરે ૧૬ થી વધુ પીધેલાઓને પોલીસે લોકઅપની હવા ખવડાવી હતી આની સાથે વિસાવદરના મુંડીયારાવણી માંથી હાજર નહીં મળી આવેલ મહિલા અંજુબેન ઘનશ્યામભાઈ વાઘેલા ના કબજામાંથી  સોળસો લીટર દેશી  દારુનો આથો અને ૧૦૫ લીટર દેશી દારૂ મળી કુલ ૫૯૦૦ નૌ મુદ્દામાલ કબ્જે કર્યો હતો  આવી રીતે ચોરવાડ પોલીસે પોતાના વિસ્તાર કોણેક મોસીવાવ માંથી રાજેશ લક્ષ્મણભાઈ પંડિત તેમજ હાજર નહીં મળી આવેલ રામજી ઘેલા ડાભી ના કબજામાંથી અલગ અલગ બ્રાન્ડની ૮૦ દારૂની બોટલ તેમજ મોટરસાયકલ સવિત ૩૩૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આની સાથે જૂનાગઢના મુબારક ભાગ ઇન્દીરાનગર લીરબાઈ પરા પાઠક નગર  સાબલપુર   ચોબારી રોડ બિલેશ્વર મંદિર પાસેથી   ઝાલણસર ઈસાપુર ભેસાણ તેમજ  ભેસાણ તાબેના ચુડા માંથી આમ જૂનાગઢ શહેર તાલુકા અને જિલ્લા વિસ્તારમાંથી નાના-મોટા દેશી  તેમજ ઇંગલિશ દારૂના  હાટળા ઓનો સંકેલૌ  કરાવી ઝડપાયેલા ઓને કાયદાનું ભાન કરાવી લોકઅપની હવા ખવડાવી હતી રેડ દરમિયાન નાસી છુટેલા ઓ સામે ગુન્હા નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી પોલીસે કાર્યવાહી શરુ કરવા આ ધંધા સાથે સંકળાયેલા અને પ્યાસીઓમાં કંપારી છૂટી જવા પામી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.