Abtak Media Google News

શાંતેશ્વર સોસાયટી પાછળ ભવાની નગર વિસ્તારમાં રહેણાકે મકાનમાંથી રાજેશ ડાયાભાઇ ખાંટની ધરપકડ 

ધોરણ 10ની પરીક્ષા માટે બોગસ પ્રવેશપત્ર બનાવવા પાછળ મોટા કૌભાંડની શક્યતા 

45 વિદ્યાર્થીઓના ફોટા અને ઓરીઝ્નલ તથા ક્ષેરોક્ષ રિસીપટ સહીત રૂ 45 હજારનો મુદ્દામાલ પણ ઝડપાયો 

જૂનાગઢ એસપી પત્રકાર પરિષદ સંબોધી વિગત જાહેર કરશે 

જૂનાગઢના શાંતેશ્વર વિસ્તારમાં આવેલ ભાવનીનગર વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાન ઉપર એસઓજી પોલીસે રેડ કરતા રાજેશ ડાયાભાઇ ખાંટ ઉંમર 40 વર્ષ સહીત કુલ ત્રણ વ્યક્તિઓએ 45 જેટલા વિદ્યાર્થીઓની ધોરણ 10ની પરીક્ષા માટે પરીક્ષા ખંડમાં પ્રવેશની બોગસ રિસીપટ બનાવ્યાનું મળી આવ્યું હતું.

રેડ દરમ્યાન આરોપી નંબર 1 રાજેશ ડાયાભાઇ ખાંટ ઝડપાય ગયો છે જયારે અન્ય 2 આરોપી અને 45 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.