Abtak Media Google News

પ્રજાલક્ષી નહી, નેતાલક્ષી બજેટ હોવાની ઉઠતી ચર્ચા: .૫૨ કરોડના ટેક્ષની લ્હાણી અને ૧૭.૭૦ લાખની પુરાંત, વિરોધ પક્ષ પોતાની ભૂમિકા ભુલ્યો

જૂનાગઢ મનપા વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ ગઈકાલે મળેલ જનરલ બોર્ડમાં બહુમતીના જોરે મંજૂર કરાયું હતું. સુધરેલા ગામડા કરતા પણ ઓછો દેખાતા આ શહેરમાં સત્તામાં ભાજપ હોય કે કોંગ્રેસ વાતોના બણગા સીવાય કંઈ દેખાતું નથી. વખતો વખત ટ્રાફીકની સમય, પાર્કિંગની સમસ્યા શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છતાં પદાધિકારીઓ શહેરમાં ચાર દરવાજા અને ચાર રસ્તા પહોળા કરીને જાતે ને જાતે પીઠ થપથપાવે છે ત્યારે પ્રજા કાયમ માટે છાતીને માથુ કુટે છે. ગઈકાલે મળેલ જનરલ બોર્ડમાં બહુમતીના જોરે પસાર કરેલ બજેટને સ્થાનિક લોકોએ આગામી મનપાની ચૂંટણીલક્ષી ગણાવ્યું હતું.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર ગઈકાલે મનપાના મળેલ જનરલ બોર્ડમાં બહુમતીના જોરે ૨૮૯.૩૪ કરોડનું બજેટ ૯૪.૮૦ કરોડની રેવન્યુ આવક, ૧૯૪.૨૧ કરોડ કેપીટલ આવકના અંદાજ સામે રેવન્યુ ખર્ચ ૯૭.૬૭ કરોડ તેમજ કેપીટલ ખર્ચ ૧૯૧.૪૯ કરોડના અંદાજ સાથે ૧૭.૭૦ લાખની પુરાંતવાળુ બજેટ બહુમતીના જોરે મંજૂર કરવામાં આવ્યું હતું. રાજયની એકમાત્ર એવી મનપા છે જયાં વેરા ઘટાડવામાં આવ્યો છે ન તો જૂનાગઢ પાલિકા એટલી સધ્ધર છે કે વેરા ઘટાડવા છતાં તેની પાસે વિકાસ કામો અને રૂટિન ખર્ચને પહોંચી વળવા માટે પર્યાપ્ત નાણાકીય સ્ત્રોતો ઉપલબ્ધ હોય આ અંગે બેઠકમાં વિપક્ષી નેતા કેપ્ટન સતીષ વિરડાએ એવો સવાલ કર્યો હતો કે એક તરફ તમે આવક વધારવાનું કહો છો અને બીજી તરફ કર નથી વધારવાના તો કરવા શું માંગો છો ? તેના જવાબમાં ડે.મેયર ગરીશી કોટેચાએ એવો જવાબ આપ્યો હતો કે, અમારે એક રૂપિયો કર નથી વધારવો તમે શું એવું કહેવા માંગો છો કે કર વધારવો જોઈએ જો કે માંડ ૧૫ મીનીટની શાબ્દિક ટપાટપી બાદ બજેટને સર્વાનુમતે મંજૂર કરાયું હતું. બિન રહેણાંક ખુલ્લા પ્લોટ પરનો ચાર્જ ઘટાડાતા મનપાને ૪૦ લાખ જેવી આવકનું નુકશાન થયું હતું. જો કે આમા કમીશ્નરે ૧૫ ટકા ચાર્જમાંથી ૨૫ ટકા ચાર્જ વસુલ્યો હતો. જેને રદ્દ કરાયો હતો. જયારે એપાર્ટમેન્ટોના નળ કનેકશનમાં એક ઈંચની લાઈનના રૂ.૬૫૦૦ ચાર્જ હતો તેને ઘટાડી ૪૫૦૦ ચાર્જ કરવામાં આવ્યો હતો. જીઆઈડીસી સાથેની ખાનગી ઔદ્યોગીક વસાહત ભવાની એસ્ટેટની પ્રાથમિક સુવિધા માટે ૧૦ લાખની જોગવાઈ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.