Abtak Media Google News

ખાનગી કામો માટે પણ સરકારી વાહનોનો ઉપયોગ, બેફામ ખર્ચા: પૂર્વ કોર્પોરેટર અનિલ ઉદાણીનો સનસનીખેજ આક્ષેપ

જૂનાગઢ મનપામાં છેલ્લા ઘણા વર્ષોથી “કોના બાપની દિવાળી સમજી સતાધારી કોઈપણ પક્ષ પણ હોય, તેમણે પોતાનું કરી લેવામાં જ રસ દાખવ્યો છે, સેવાના નામે મેવા જેમ આજની તારીખે મેવા મેળવનારા અનેક કોર્પોરેટરો જૂનાગઢ મનપામાં પોતાનું કોર્પોરેટર તરીકે પદ શોભાવી રહ્યા છે, જો કે આજે પણ જુનાગઢના અમુક કોર્પોરેટરો પ્રજાની ચિંતા કરે છે અને ગઇકાલના જનરલ બોર્ડમાં જ પોતાના શાસક પદાધિકારીઓને પણ આડે હાથે લઇ પ્રજાની ખેવના કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જૂનાગઢ મનપાના અધિકારીઓ પણ પ્રજાની પરેશાની ભૂલી, પ્રજાના પરસેવાથી ભરાયેલા કર અને રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટનો ગેરઉપયોગ કરી રહ્યા હોવાની અને કાયદેસરની ફરજમાં આળશ અને આડોડાઇ કરતા હોવાની વારંવાર શાસક પક્ષમાં જ ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે જ જુનાગઢ ભાજપના પાયાના કાર્યકર અને પૂર્વ નગરસેવક એ જૂનાગઢના મનપાના અધિકારીઓ  મુખ્યમંત્રીના પરિપત્રની અવગણના કરી પોતાની ગાડીઓ તથા ચેમ્બરમાં એસી ચાલુ રાખી અને પોતાના ખાનગી કામો માટે પણ ગાડીઓનો ઉપયોગ કરતા હોવાનો સણસણતો આક્ષેપ કરતા ફરી એક વખત મનપાના અધિકારીઓ સામે આંગળી ચિંધાઈ છે અને આ બાબતો મનપામાં ચર્ચાનો વિષય બની છે.

જૂનાગઢના પૂર્વ નગર સેવક અને ભાજપાના પાયાના કાર્યકર અનિલ ઉદાણી જૈન એ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર પાઠવી, રાજ્ય સરકાર દ્વારા કોરોના રોગ સામે મુખ્યમત્રીના પરિપત્ર મુજબ મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની અને સરકારી કચેરીઓમાં વાહન ભાડા અનેે વીજ બિલનો ખર્ચ ઓછો કરવાની સૂચના આપેલ છે, તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ આ હુકમનુ ખુલું ઉલ્લંઘન એટલે કે ફીયાસ્કો કરે છે. તેમજ જણાવી વધુમાંાં ફરિયાદ કરી છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાની ઓફિસમાં અધિકારીઓની ચેમ્બરોમાં સવારે સાડા દસ થી સાંજેના સાડા છ વાગ્યા સુધી એસી, પંખાઓ, લાઈટો તમામ ઓફિસમાં ચાલુ રહે છે, અને કોઈ પણ પ્રકારનુ કમિશનર કે જવાબદાાર અધિકારી દ્વારા પ્રમાણિક ચેકીંગ થતું નથી. અમુક કર્મચારીઓ તો બપોરના રિસેશના સમયમાં જમવાનું અને આરામ  પોતાની ચેમ્બરમાં જ કરે છે અને પંખા એસી અને લાઈટો ચાલુ રાખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.