જુનાગઢ મહાપાલિકાની બેઠકમાં રૂ.૧.૫૨ કરોડના કામોને મંજુરી અપાઈ

૧ થી ૧૫ વોર્ડમાં બિસ્માર બની ગયેલા તમામ માર્ગોનું નવીનીકરણ કરવા રૂ.૨૧ કરોડ મંજૂર

જુનાગઢ મહાનગરપાલિકાની ગઇકાલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રૂ. ૧.૫૨ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે,  જૂનાગઢ મહાનગરપાલિકાની ગઇકાલે સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાંમહાનગરના મુખ્ય માર્ગો અને ૧ થી ૧૫ વોર્ડમાં બિસ્માર બની ગયેલ તમામ માર્ગોનું નવીનીકરણ થાય તે માટે રૂ. ૨૧ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોની સાથે કાળવા ચોક થી જયશ્રી રોડ, વૈભવ ફાટક સુધીના માર્ગ અને કાળવા ચોકી વિવેકાનંદ પ્રતિમા સુધીનો માર્ગ, ટાઉન હોલી આંબેડકર નગર સુધીનો માર્ગ અને કાળવા ચોક થી સ્વામી મંદિરના ગેટ સુધીના રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ, પોલ, બ્રકેટ અને કેબલ બદલવા માટે રૂ. ૮૬ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. ગઇકાલની સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં દામોદર કુંડ સામે જે રોડ સાંકડો છે તેને ફોર ટ્રેક કરવા માટે ટ્રીમીક્ષ સી.સી.રોડ અને બંને બાજુ પ્રોટેકશન વોલ બનાવવા માટે રૂપિયા ૩૬.૫૭ લાખ તથા મંગલધામ નજીકના વોકળાનું પાણી આસપાસના વિસ્તારોમાં ઘુસી જાય છે તેના માટે પ્રોટેકશન વોલ માટે રૂ.૯.૩૮ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે સેજના ઓટાથી કાળવા ચોક અને એમ.જી.રોડ સુધીમાં જે જૂની જર્જરિત પાઇપ લાઈન છે, તેને બદલી ડીઆઇ પાઇપ લાઇન નાખવા માટે રૂપિયા ૧.૩૦ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જોષીપરા રેલવે ફાટક અને એસટી બસ સ્ટેન્ડ પાસેની ફાટક ઉપર ઓવર બ્રિજ બનાવવામાં આવશે તેના પ્લાનિંગ માટે અમદાવાદના એક ક્ધસલટન ની નિમણૂક ને મંજૂરી આપવામાં આવી છે. જૂનાગઢ મનપાના સ્થાયી સમિતિના ચેરમેન રાકેશ ધુલેશિયાની અધ્યક્ષતામાં ગઇકાલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કુલ ૧,૫૨,૦૩,૧૦૦  રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ તકે કમિશનર તુષાર સુમેરા તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમિતિની બેઠક પૂર્વે સ્થાયી સમિતિના ચેરમેન રાકેશ ધુલેશિયા, જૂનાગઢ મનપાના મેયર ધીરુભાઈ ગોહિલ, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા તા પક્ષના દંડક અને શાસક પક્ષના નેતા વચ્ચે એક સંકલન બેઠક યોજાઇ હતી.

Loading...