Abtak Media Google News

પાંચ વર્ષ પૂર્વે ધંધાકીય લેતી-દેતીનો સિક્યુરીટી પેટે આપેલા ચેકથી પેમેન્ટ ઉપાડયું

જૂનાગઢના ગોકુલનગરના વેપારીએ પાંચ વર્ષ પૂર્વે ધંધાકીય લેતી-દેતી માટે સિક્યુરીટી પેટે આપેલા ચેકમાં ચેડા કરી રબ્બર કંપનીના બે ભાગીદારે રૂ.૧૦.૮૫ લાખ બેન્કમાંથી ઉપાડી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોકુલનગરમાં રહેતા તુષારભાઇ પ્રવિણભાઇ સોજીત્રા નામના પટેલ વેપારીએ જૂનાગઢના જોષીપુરા વિસ્તારના બાપુનગરમાં રહેતા સુભાષ ત્રિકમ ગધેથરીયા અને કિશોર નારણ પીંડોરીયા સામે રૂ.૧૦.૮૫ લાખની ઠગાઇની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તુષારભાઇ સોજીત્રાએ ૧-૬-૧૩ના રોજ એઆરસી અને જેએમએ એન્ટર પ્રાઇઝ જયપુર કંપનીના નામે ધંધાકીય લેતી-દેતી બાબતે સિક્યુરીટી પેટે બ્લેક ચેક આપ્યો હતો. ચેકમાં રૂ.૧૦.૮૫ લાખ રકમ ભરી ચેડા કરી બેન્ક ઓફ બરોડામા જમા કરાવી ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પી.એસ.આઇ. રામાણી સહિતના સ્ટાફે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.