જૂનાગઢ: વડાપ્રધાન દ્વારા લોકાર્પણ થનારા ગીરનાર રોપ-વે સંદર્ભે બેઠકોનો ધમધમાટ

દિનકર યોજના, રોપ-વે લોકાપર્ણ બંને કાર્યક્રમોમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રહેશે ઉપસ્થિત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના તા. ૨૪ ઓક્ટોબરના જૂનાગઢના સંભવિત કાર્યક્રમ સંદર્ભે ઊર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડાયરેક્ટર શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે બેઠક યોજવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિનકર યોજના સાથે જૂનાગઢના ગીરનાર રોપ-વેનું ઇ-લોન્ચીંગ કરવામાં આવનાર છે, ત્યારે આ બન્ને કાર્યક્રમ જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાશે.

આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે   જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, કમિશ્નર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી સહિતના જિલ્લા વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી.

ટુરીઝમ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર જેનુ દિવાન, પીજીવીસીએલના એમ.ડી.શ્રધ્ધા ટીવેટીયાની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં આરોગ્ય વિભાગના માપદંડોના પાલન માટે લેવાની તકેદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત બહારથી આવનાર લોકોની બેઠક વ્યવસ્થા, વાહન પાર્કિંગ વ્યવસ્થા સહિત સ્થળ પર જરૂરી વ્યવસ્થાઓ કરવા અંગે પણ  ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.

Loading...