જૂનાગઢ: હથિયાર ધારાના ગુનામાં એલ.સી.બી.એ બે શખ્સોને દબોચ્યા

જૂનાગઢ એલસીબીએ મધ્ય પ્રદેશમાં જઈને હથિયાર ધારા ના ગુનામાં પકડવાના બાકી એવા બે આરોપીને દબોચી લઇ જૂનાગઢ ખાતે લઇ આવી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધોરાજી હાઈવે ઉપરથી જૂનાગઢ એલસીબીએ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના ઈશુરી ગામના મુકેશ રામપ્રકાશ દુહારે ને એક પિસ્તોલ તથા ફૂટેલા કાર્ટીસ સાથે પોલીસે ફિલ્મી સ્ટાઇલથી પકડી પાડયો હતો અને તેની પૂછપરછમાં તેમના ગામના સતીશ જબ્બરસિંહ મુનો દુહારે એ તેમને આ હથિયાર જૂનાગઢમાં આપવા મોકલ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.

દરમિયાન એલસીબી.ની એક ટીમ આ કામના આરોપીને પકડવા માટે મધ્યપ્રદેશ ખાતે પહોંચી  અને ઇસુરી ગામેથી સતીશને તેનાં ઘરમાંથી દબોચી લીધો હતો.

સાથોસાથ જુનાગઢના એક હથિયાર સંબંધી ગુનામાં મધ્યપ્રદેશના રાજેશ ગંગાસિંહ રાજાવત ને પકડવાનો બાકી હતો, તેને પણ એલસીબીએ તેના ઘરે જઈને દબોચી લઇ બંને શખ્સોને જુનાગઢ લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Loading...