Abtak Media Google News

 

ચોથી જાગીર ઉપર થયેલા હુમલાને ઠેર-ઠેર વખોડી કઢાયો: અનેક સંગઠનો અને જાહેર જનતાએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી તેમજ વિરોધ પ્રદર્શક કાર્યક્રમો યોજીને રોષ ઠાલવ્યો

જુનાગઢમાં ગઈકાલે રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચુંટણી હતી. આ ચુંટણી વેળાએ પત્રકારો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાનાં પગલા સૌરાષ્ટ્રભરમાં પડયા છે. રાજકોટ શહેરમાં પણ આ ઘટના સામે ઠેક-ઠેકાણે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વિવિધ સંગઠનો અને જાહેર જનતાએ પણ આ ઘટના સામે જિલ્લા કલેકટરને આવેદન પાઠવી તેમજ વિરોધદર્શક કાર્યક્રમો યોજીને રોષ ઠાલવ્યો હતો.

આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ત્વરીત પગલા લેવામાં આવે તેવી સર્વત્ર માંગ ઉઠી રહી છે. જુનાગઢ સ્વામીનારાયણ મંદીરે સ્વામી ઉપર હુમલો થયાં બાદ કેમેરા બંધ કરાવવા મુદ્દે મીડીયા કર્મી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં પોલીસ કર્મીઓએ મીડીયા કર્મીઓ ઉપર લાઠીઓ વરસાવી હતી. અને આ મુદ્દે હંગામો થયો હતો. આમ હુમલાખોરોના બદલે મીડીયા કર્મીઓ ઉપર પોલીસે પોતાનો ગુસ્સો ઉતારતા ભારે રોષ ભભુકયો હતો.

આ ધટનાથી રાજકોટ, જુનાગઢ સહીત ઠેર ઠેર આ પ્રકરણે ન્યાયીક તપાસની માંગ સાથે પત્રકારોમાં ભારે રોષ ઉઠયો હતો. અને જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી કાયદાકીય ભાન કરાવવા માંગ ઉઠી હતી. જુનાગઢ સહીત ઠેર ઠેરથી આવેલા પત્રકારોએ ભારે રોષ પૂર્ણ રજુઆત કરી હતી. રાત્રીના પણ પત્રકારો પરિસરમાં સુઇ રહ્યા હતા. અને જયાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી સતત રજુઆતનો મારો ચાલુ રાખવા નિર્ણય કર્યો હતો. આ ધટના સંદર્ભે રેશ્મા પટેલ પણ પત્રકારોના સમર્થનમાં આવી રહ્યાનું જાણવા મળે છે.

પોલીસનું ગુંડારાજ, લોકશાહીનું ચીરહરણ: કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરDownload 2

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની યાદી જણાવે છે કે હાલ જૂનાગઢમાં પોલીસ દ્વારા દેશની ચોથી જાગીર સમાન (પ્રેસ) પત્રકારો અને કેમેરામેન ઉપર બેફામ બની છે અને સત્તાના મદમાં આવીને ગુંડાગીરી પર ઉતરી લોકો સમક્ષ પોલીસની કરતૂતો ઉઘાડી કરનાર મીડિયાના કેમેરામેન અમાનુષી લાઠીચાર્જ કરી ઢોર માર મારનાર પોલીસ વિભાગ વિરુદ્ધ  કડક પગલા ભરી કસુરવાર પોલીસ કર્મીઓ સામે કઠોર કાર્યવાહી કરવાની માંગ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે કરી છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કોંગ્રેસ આગેવાનોએ ગૃહ સચિવને પત્ર પાઠવી લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે છાસવારે પ્રજાના પ્રહરી પત્રકારો ઉપર સરકારી તંત્ર દ્વારા અપમાનિત કરવાની ઘટનાઓ તેમજ બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં ગઈકાલે જૂનાગઢમાં જે રીતે મીડિયા કર્મીઓને પોલીસ દ્વારા બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો છે.

તે ગુજરાત માટે શરમજનક ઘટના કહેવાય છતાં ગૃહ વિભાગ દ્વારા ચુપકીદી સેવી કસુરવાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોઈ જ જાતના પગલા નથી લેવાયા પરિણામે મીડિયા જગત રોષે ભરાયું છે અને જુનાગઢ ખાતે ધારણા યોજ્યા છે આથી સરકારે તટસ્થ તપાસ કરાવી આ ઘટનામાં સંડોવાયેલા પોલીસના જવાનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને યોગ્ય નિર્ણય નહી આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

પત્રકારો સલામત નથી તો જનતા કયાંથી હોય? વશરામ સાગઠીયાDownload 1 1

મહાપાલીકાના વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે ગાંધીજીના ગુજરાતમાં હવે સરમુખત્યારસાહી શાશન આવી ગયું છે. પોતાને હીટલર માનનારાઓ એ હવે સમજવું પડશે કે આ લોકશાહી છે અને તમે જેને ખતમ કરવા માંગો છો તે લોકશાહીની ચોથી જાગીર છે.

આ દેશનાં બંધારણો બધા જ લોકોને સમાન હકકો આપ્યા છે. જેથી હવે પ્રજાએ જાગવાની છે. ભાજપને ભગાડવાની જરુર છે. ગઇકાલે જુનાગમાં રાધારમણ મંદીરની ચુંટણી સમયે મીડીયા પ્રેસ ત્યાં હાજર હતા તે સમયે દેશની ચોથી જાગીર ગણાતી મીડીયા ઉપર લાઠીચાર્જ થયો હતો. સરકારને શરમ આવવી જોઇએ કે આ દેશ અને રાજયમાં જો પ્રેસ મીડીયા સલામત ના હોય તો આદેશના નાગરીકો કયાંથી હોય?

જવાબદાર પોલીસ અધિકારી સામે પગલા લ્યો: એનએસયુઆઇનું કલેકટરને આવેદનImg 20190513 Wa0019

એનએસયુઆઇએ જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતું કે જુનાગઢ ટેમ્પલ બોર્ડની ચુંટણીનું કવરેજ કરવા ગયેલા રાજકોટના પત્રકાર મિત્રો પર પોલીસએ ખોટી રીતે ખાખીનો ખોફ બતાવી લાઠીચાર્જ કર્યો એ ખુ બ જ નિદનીય અને લાચનરુપ ધટના બની લોકશાહીનો ચોથો આધાર સ્તંભ કહેવાતા પત્રકારો પર જ આવી રીતે હુમલો કરનાર અધિકારીઓ પર પગલા નહિ લેવામાં આવે તો સામાન્ય પ્રજાને કાયદો અને વ્યવસ્થા પર વિશ્વાસ ઉડી જશે તેમજ લોકો સુધી બધા ક્ષેત્રની સાચી માહીતી ઇમાનદારી, નિષ્ઠાપૂર્વક પહોચાડનાર પત્રકારો મિત્રો આખી રાતથી હજુ સુધી એસ.પી. કચેરીએ ન્યાય માટે ધરણા  પર બેઠા હોવા છતાં કોઇ ન્યાય ના મળે તે લોકશાહીમાં શરમજનક કહેવાય આ આવેદન વખતે એનએસયુઆઇના અભિરાજ તલાટીયા, હર્ષ આશર, સુરજ ડેર, રોહિત રાજપૂત, શિવમ ડેર, માનવ સોલંકી, દેવાંગ પરમાર, અનિરુઘ્ધ કામલીયા ઉ૫સ્થિત રહ્યા હતા.

દલિતોનું હોસ્પિટલ ચોકમાં વિરોધ પ્રદર્શન ‘દલિતો પર અત્યાચાર બંધ કરો, પત્રકારો પર અત્યાચાર બંધ કરો’ના નારા લાગ્યાDsc 0792

ગુજરાતની અંદર લોકશાહી ખત્મ થઈ રહી છે અને તાનાશાહી અને હીટલરગીરી ચાલુ થઈ રહી છે ત્યારે દલિતો ઉપર અત્યાચાર થતાં જ હતા પરંતુ જુનાગઢની અંદર મીડીયા ઉપર અત્યાચાર થયો કે મીડિયા એ ગરીબ દલીલ સમાજનો એક અવાજ બને છે અને સરકારની પોલ ખોલે છે અને સરકારે પોલીસને છુટ આપી દીધી છે કે દલિતોને મારો, પછાત વર્ગનાં લોકોને મારો, જે સરકારનો વિરોધ કરે એને મારો જેવી આવી બાબતો કોઈ સહન કરવાના નથી અને રાજકોટથી શરૂ થઈ છે અને આ આગ આખા ગુજરાતમાં લાગશે અને ગુજરાતભરમાં દલિત સમાજનાં આગેવાનો ગુજરાત બંધનું એલાન કરશે. ગામમાં દલિતોને વરઘોડા પર ચડતા પથ્થરમારો કર્યો હતો. ૧૦ મેએ શીતાવડા સાબરકાંઠામાં પણ વિરોધ કર્યો હતો.

ગઈકાલે ૧૨ તારીખે મોડાસામાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને પોલીસ પ્રોટેકશન સાથે હોવા છતાં પથ્થરમારો કર્યો હતો અને ગત ૮મેના રોજ બાવરામાં દલિતની દિકરીને જાહેરમાં છરી મારીને હત્યા કરી હતી. આ બધી જ બાબતને ધ્યાનમાં રાખીને દલિતો દ્વારા હોસ્પિટલ ચોકમાં વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને દલિતો દ્વારા ૨૦ મિનિટ રોડ બંધ કરી સુત્રોચ્ચાર કર્યા હતા અને દલિતો પર અત્યાચાર બંધ કરો અને પત્રકાર પર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા.

ચોથી જાગીર ઉપર લાઠીચાર્જના વિરોધમાં જનતાએ ફરકાવ્યા કાળા વાવટા

Img 20190513 Wa0011

જુનાગઢમાં પત્રકારો ઉપર થયેલા લાઠીચાર્જથી લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠયો છે. ત્યારે ૧પ૦ ફુટ રોડ ઉપર રાધે ચોકડી પાસે જાહેર જનતાએ એકત્રીત થઇને કાળી પટ્ટી બાંધીને કાળા વાવટા ફરકાવીને પોલીસ દમન સામે વિરોધ નોંધાવ્યો હતો. આ તકે લોકોએ પોસ્ટરદર્શાવીને તેમજ સૂત્રોચ્ચાર કરીને પણ રોષ ઠાલવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.