Abtak Media Google News

જૂનાગઢ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવી વયોનિવૃતિથી સેવાનિવૃત થતાં વાહન ચાલક હબીબખાન પઠાણને ૩૩ વર્ષની દિર્ઘકાલીન નોકરી બાદ ભાવસભર વિદાયમાન અપાયુ હતુ. કચેરીનાં વડા અને નાયબ માહિતી નીયામકશ્રી રાજભાઇ જાની અધ્યક્ષતામાં યોજાયેલ વિદાય સમારોહમાં સાથી કર્મચારી સર્વશ્રી ધીરૂભાઇ વાજા, રૂક્સાનાબેન કુરેશી, જેન્તીભાઇ ગઢીયા, અશોકભાઇ સવસાણી, આસીફભાઇ શેખ, નરેશભાઇ મહેતા અને અશ્વિનભાઇ પટેલ અને પી.એચ. ભટ્ટે શ્રી હબીબખાન પઠાણ સાથેની ફરજકાળનાં સ્મરણો તાજા કરી તેમની વયોનિવૃતિ બાદનું શેષ જીવન પરિવાર અને સમાજને લાભપ્રદ બની રહે તેવી પ્રવૃતિમાં જોડાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

નાયબ માહિતી નિયામક શ્રી રાજુભાઇ જાનીએ શ્રી પઠાણની ફરજને બિરદાવતા જણાવ્યુ હતુ કે માહિતી ખાતામાં પ્રચાર-પ્રસારની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓ દિવસ-રાત અને તડકા છાંયાની ખેવના કર્યા વિના સમર્પણ ભાવથી સતત કાર્યશીલ હોય છે ત્યારે પઠાણભાઇની સેવા પરાયણતા પ્રેરણાસભર બની રહી હતી, શ્રી પઠાણભાઇનું નિવૃતિ જીવન પણ સેવાક્ષેત્રમાં સહયોગી બની રહે તેવી શુભેચ્છા પાઠવી તેમના નિયારમયી જીવનની શુભેચ્છા વ્યક્ત કરી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.