Abtak Media Google News

જૂનાગઢ મહાનગરપાલિકા સુરતની ગોઝારી ઘટના બાદ સફાળી જાગી

જૂનાગઢ ના ૭૭ ટ્યુશન ક્લાસીસ બંધ કરવા સુચના જારી

શિક્ષણ જગતમાં અફરા તફરી નો માહોલ

જૂનાગઢ સુરતમાં બનેલી ગોઝારી ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા આદેશો જારી કરવામાં આવતા આજે સવારના સુમારે કલેકટર /કમિશનર ના અધ્યક્ષ સ્થાને અધીકારી ઓની બેઠક બોલાવી હતી જેમાં શહેરની તમામ સંવેદનશીલ જગ્યાએ ફાયર સેફ્ટી એન.ઓ.સી.સર્વે ની કામગીરી તાત્કાલિક અસરથી કરવા આદેશો જારી કરવામાં આવ્યા હતા
3 8
આ અંગે મહાનગરપાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર  સુરત ખાતે બનૈલી ગોઝારી ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા આદેશો જારી કરવામાં આવતા આજે કલેકટર /કમિશનર ની અધ્યક્ષતામાં સ્થાનિક અધિકારીઓ/કર્મચારીઓની બેઠક બોલાવી હતી.
4 8
જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં સંવેદનશીલ ગણાતા ટ્યુશન ક્લાસીસ, હોસ્ટેલો, રેસ્ટોરન્ટો, હોટેલો, થીયેટરો, પ્રાથમિક /માધ્યમીક શાળાઓ, હોસ્પિટલો, કોમર્શીયલ તેમજ ભયજનક બિલ્ડીંગો માં ફાયર સેફટી એન.ઓ.સી.સર્વે ની કામગીરી કરવા આદેશો આપવામાં આવ્યા હતાં આદેશોના પગલે જૂનાગઢ મહાનગરપાલિકા ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર નંદાણીયા ના માર્ગદર્શન નીચે 11 જેટલી ટીમો બનાવી દરેક ટીમમાં એક અધિકારી એક ફાયર કર્મચારી એક હેલ્થ વિભાગના કર્મચારી સહિતના કર્મચારીઓની ટીમે આ સર્વે ની કાર્યવાહી હાથ ધરી હતી.
2 14
જૂની તૈયાર કરવામાં આવેલ યાદી મુજબ શહેરનાં ૭૭ જેટલા ટ્યુશન ક્લાસીસ ને પોત પોતાના ક્લાસીસ બંધ રાખવા સુચના જારી કરવામાં આવી હતી આગામી સમયમાં ફાયર સેફટી એન. ઓ. સી. ન લેનાર તમામ જવાબદારો સામે પગલા લેવામાં આવસે તેમજ જરુર પડ્યે ફોજદારી રાહે પણ કાર્યવાહી થવાના સંકેતો ડી. એમ. સી. એ આપ્યા હતા રજાના માહોલ વચ્ચે પણ આદેશોના પગલે કર્મચારીઓયાં રીતશર દોડધામ મચી જવા પામી હતી ઓચિંતી કાર્યવાહીથી ટ્યુશન ક્લાસીસ સંચાલકો સહિતના માં રીતસર હડકંપ મચી જવા પામ્યો હતો દિવસ ભર કર્મચારીઓ કાર્યવાહીને લય દોડતા રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.