Abtak Media Google News

ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત જૂનાગઢ ખાતે એક માર્ગદર્શન સેમિનારનું આયોજન મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા યોજાયો હતો. જૂનાગઢ જિલ્લામાંથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે સહકારી ક્ષેત્રના પ્રતિનિધિ, એન.જી.ઓના પ્રતિનિધિ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિ, નારી અદાલત અને તેની સમિતિની સભ્યો, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનના બહેનો, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, કુટુંબ કલ્યાણ કેન્દ્ર, જીલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા નિમાયેલા પેરા લીગલ વોલેન્ટીયર તેમજ વિવિધ સરકારી કચરીઓ જેવી કે સમાજ સુરક્ષા, મિશન મંગલમ, ડીસીપીયુ વગેરેના મહિલા કર્મચારી ઉપસ્થિત રહેલ પ્રસ્તુત સેમિનારમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સમાજ સુરક્ષા કચેરી તથા બાળ સુરક્ષા એકમની યોજનાની જાણકારી આપવામાં આવેલ, આટોદરિયા સીવીલ જજ અને સેક્રેટરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા મહિલાઓને લગતા કાયદાઓ અને મહિલાઓને મળતા હકો ની જાણકારી આપવામાં આવી, પોલીસ ઇન્સ્પેક્ટર  જે.પી.વરીયા દ્વારા, મહિલા સુરક્ષા અને પોલીસને લગતી કામગીરીની જાણકારી આપવામાં આવેલ, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ, નારી અદાલતની કામગીરી અને માહિતી આપવામાં આવેલ, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત ચાલતી વિવિધ સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવેલ તેમજ વકીલ  કાનૂની સેવા સતા મંડળ અને ડો.મનીષાબેન મુલતાની, દહેજ પ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારી દ્વારા દહેજના કાયદા વિશે, ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ વિશેની માહિતી, પીબીએસસી, વન સ્ટોપ સેન્ટર, વિધવા સહાય યોજના, મહિલા આર્થિક વિકાસ નીગમની વિવિધ યોજના, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, કુટુંબ કલ્યાણ કેન્દ્ર વગેરેની માહિતી આપવામાં આવી, મહિલા અને બાળ અધિકારીશ્રી જે.બી.જસાણી દ્રારા સેમિનારના હેતુ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી. ઉપરોક્ત માર્ગદર્શન સેમિનારમાં તાલીમાર્થીઓ, મહિલા અને બાળ સુરક્ષા ક્ષેત્રે કાર્યરત સ્વયસેવી સંસ્થાઓનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Junagadh:-Guidance-Seminar-Organized-Under-The-Domestic-Violence-Act
junagadh:-guidance-seminar-organized-under-the-domestic-violence-act

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.