Abtak Media Google News

ઉદ્યોગો દ્વારા નદીમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણી તાત્કાલીક બંધ કરાવવા તંત્રને અલ્ટીમેટમ અપાયું

ખેડૂતો અને પર્યાવરણને થતા નુકશાન અને અન્યાય સામે લડવા માટે ગઈકાલે જૂનાગઢ તાલુકાના ઝાલણસર ગામે “ઉબેણ બચાવો – અભિયાન” સામાન્ય ખેડુત પુત્ર રવી રૈયાણી દ્વારા આરંભાયુ છે આ અભીયાન અંતર્ગત જીલ્લા કલેકટરને સંબોધી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડુત યુવાનો જોડાયા હતા આ ઉપરાંત પ્રદુષિત પાણીથી થતા પર્યાવરણ તથા જલસૃષ્ટિના નુકશાનને અટકાવવા માટે પ્રદુષિત પાણીથી પીડાતા આજુબાજુના ૭ ગામના મુખ્ય આગેવાનો તથા મોટીવેશનલ સ્પીકર અને સમાજ સુધારક ગોપાલભાઈ ઇટાલીયા, ખેડૂત હિત રક્ષક સમિતિની ટિમ તથા અતુલભાઈ શેખડા, સામાજિક આગેવાનો તેજસભાઈ વઘાસીયા, દર્શનભાઈ રાદડિયા, કુણાલભાઈ ચોવટિયા સાથે મિટિંગ યોજવામાં આવી.હતી અને આ આગેવાનોએ પણ લડત ને સમર્થન આપ્યુ હતુ આગામી સમયમાં પર્યાવરણને બચાવવા માટે તમામ પ્રકારની લડાઈ લડવા  કટ્ટીબદ્ધતા દર્શાવી હતી .

છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં આવેલ  ઉબેણ નદીમાં કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી આવતું હોવાથી ઉબેણ નદી આસપાસના મજેવડી, વાલાસીંબડી, ધંધુસર, જેતલસર, બામણગઢ, કેરાળા તથા માખીયાળા,ઝાલણસર સહિતના ગામોમાં આ પ્રદુષિત પાણીનો રોજિંદા ઘર વપરાશ તથા ખેતીમાં ઉપયોગ થતો હોવાથી ૮૦% થી વધારે લોકોને ચામડીના અલગ અલગ પ્રકારના રોગો થઈ ચૂક્યા છે અને ૬૦% થી વધારે લોકોને આંતરડામાં અલગ અલગ પ્રકારના ઇન્ફેક્શન થઈ ચૂક્યા છે.

Img 20190530 Wa0032આ ઉપરાંત નદીના આસપાસના ૧૫ કિલોમીટર સુધીના વિસ્તારના ખેડૂતોની જમીન, દિન પ્રતિદિન બિન ઉપજાવ બનતી જાય છે. તથા આ પાણી પીવાથી વન્યપ્રાણીઓ, પશુપક્ષીઓના અને નદીમાં રહેતા દેડકા, માછલી અને અન્ય જળચર જીવોના પણ બહોળા પ્રમાણમાં મૃત્યુ થઈ રહ્યા છે. સમસ્યાને સંલગ્ન વિવિધ કચેરીઓમા વારંવાર રજુઆત છતાં આજદિન સુધી ખેડૂત હિતમા એકપણ  નિર્ણય લેવામાં આવ્યો નથી.

સ્થાનિક ખેડુત પુત્ર રવિ રૈયાણી જેતલસર ગામના સામાન્ય ખેડૂત પરીવાર નો પુત્ર હોવા છતાં વર્તમાન જવાબદાર તંત્ર ને લોકમાતા ઉબેણ માટે રીતસર લલકાર્યુ છે  આગમી ટુંક સમયમાં જ તાત્કાલિક જવાબદાર વ્યક્તિઓ અને અધિકારીઓ ઉપર તાત્કાલિક પગલાં ભરી સમસ્યાનો ઉકેલ કરવામાં નહી આવે. તો   આ પંથકનાં તમામ ખેડુત યુવાનોને સાથે લઈને ખેડૂત, જમીન, અને પર્યાવરણ બચાવવા માટે એક ખેડૂત પુત્ર તરીકે જે પણ પ્રકારની લડાઈ લડવી પડશે તે લડવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.