Abtak Media Google News

ગત વર્ષે ફાળવવામાં આવેલી રૂા.15 કરોડની ગ્રાન્ટ તન, મન અને ધનથી કાર્યરત એકપણ ઉતારા મંડળને ન મળી હોવાના આક્ષેપ: મેળામાં પાયાની સગવડો ઉભી કરવાની માંગ

ગિરિવર ગિરનારની ગોદમાં આંબા ભગતની જગ્યામાં જ્ઞાતિ સમાજ ટ્રસ્ટોનું ઉતારા મંડળ દ્વારા આવનાર લઘુકુંભ મહાશિવરાત્રી મેળા 2020 અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરવામાં આવેલ.જેમાં વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળા દરમિયાન ઉતારા અન્નક્ષેત્રો સામે ઉભી થતી સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં સરકાર અને તંત્રને લઘુકુંભ મહાશિવરાત્રી મેળામાં શું કરવું પડે તે માટે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ નિ:શુલ્ક ચાલતા અન્નક્ષેત્રો અને  ઉતારાઓમાં પડતી મુશ્કેલીઓની ચર્ચા કરવામાં આવેલી ભવનાથ વિસ્તારને ઇકો સેંન્સેટીવ ઝોનમાંથી દૂર કરવામાં આવે તેમજ લઘુકુંભ મહા શિવરાત્રી મેળો ગરીબો અને ભાવિક ભક્તજનોનો મેળો હોય મેળાને વી. આઈ. પી કલ્ચર ન આપવું તે જણાવેલ લાખો રૂપિયાના ખર્ચે ફિલ્મી ગીતો ગાતા કલાકારોને ન બોલાવવા તેની જગ્યાએ લોકલ ભાતીગર કલાકારોને સ્ટેજ આપવું વગેરે બાબતોનું પ્રેસ જગતના માધ્યમથી આજરોજ સરકાર અને તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું. તેમજ સરકારને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું જુનાગઢ ભવનાથ લઘુકુંભ મહાશિવરાત્રી મેળામાં અને અને ગીરનાર લીલી પરિક્રમા દરમિયાન ગુજરાત સહિત ભારત ભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓ અને ભાવિકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરતા દરેક ઉતારા ધારકોને પડતી પારાવાર મુશ્કેલીઓ બાબતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ છે.

Rajani

જેમાંથી એક પણ રૂપિયાની સહાય સતત આ મેળામાં આવતા યાત્રાળુઓની ફક્ત સેવાના ભાવથી તન મન અને ધનથી સેવા કરતા ઉતારા મંડળને મળી ન હતી. આ વર્ષે ઉતારા મંડળની માંગણીઓ સરકાર દ્વારા પુરી કરવામાં આવે તે અંગે આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. લઘુકુંભ મહાશિવરાત્રી મેળો 2019 માટે આવેલી ગ્રાન્ટનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ

તે આયોજન બંધ રાખી નવેસરથી લઘુકુંભ મહા શિવરાત્રી મેળાને ફાળવવામાં આવેલી ગ્રાન્ટનું  જિલ્લા વહીવટી તંત્ર આયોજન કરે, ઉતારા ધારકો પાસેથી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ પ્રકાર સ્વરૂપે લેવામાં આવતી રકમ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે તેમજ લાખો શ્રદ્ધાળુઓ માટે પર્યાપ્ત માત્રામાં જરૂરી જાજરૂ બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવે ઉતારા અન્ન ક્ષેત્રના વાહન પાસ સરળતાથી મળે લાઇટ, પાણી, બળતણ, તેમજ વ્યાજબી ભાવથી જરુરિયાત મુજબ સિધુ સામાન મળી રહે તેના સહિતની વિવિધ પ્રજાલક્ષી ત્રીસ જેટલી માંગણીઓ સાથે સરકારને રજુઆત કરવામાં આવશે. તેવું જ્ઞાતિ સમાજ ટ્રસ્ટોનું ઉતારા મંડળના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ તકે ટ્રસ્ટના પ્રમુખ દેવાનંદભાઈ સોલંકી, મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વેકરીયા, માર્ગદર્શક, નાગદાનભાઈ ડાંગર,  કાળાભાઈ સિંધલ, ગોવિંદભાઈ વેગડ, હરેશભાઈ ઠુંમર, લાલજીભાઈ અમરેલીયા, પ્રવીણભાઈ સોજીત્રા, મગનભાઈ સાવલિયા, હરેશભાઈ ઘોડાસરા સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.