Abtak Media Google News

૪૨ રન ફટકારનાર અજય પરમાર મેન ઓફ ધી મેચ ૧૨મીએ સેમી ફાઈનલમાં સુરત અથવા બરોડા સામે ટક્કર

જામનગર મહાનગરપાલિકાની અધ્યક્ષ યજમાનીમાં ચાલી રહેલી ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈકાલે જુનાગઢ અને રાજકોટ મહાનગરપાલિકા વચ્ચે રમાયેલા લીગ મેચમાં રાજકોટ મેયર ઈલેવને જુનાગઢને ૧૬ રને પરાજય આપી સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આજે રમાનારી સુરત અને બરોડા મેયર ઈલેવન વચ્ચેની મેચમાં વિજેતા બનનાર ટીમ સેમી ફાઈનલમાં ૧૨મી એપ્રિલના રોજ રાજકોટ મેયર ઈલેવન સામે ટકરાશે.

રાજકોટ મેયર ઈલેવનના સુકાની નીતિનભાઈ ભારદ્વાજે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. વોર્ડ નં.૭ના કોર્પોરેટર અને રોશની સમિતિના ચેરમેન અજયભાઈ પરમારના આક્રમક ૪૨ રન તથા કોર્પોરેટર કશ્યપભાઈ શુકલના ૨૭ રનની મદદથી મેયર ઈલેવને નિર્ધારીત ૨૦ ઓવરમાં ૮ વિકેટના ભોગે ૧૩૮ રન ફટકાર્યા હતા અને જુનાગઢને જીતવા માટે ૧૩૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. લો-સ્કોરીંગ મેચમાં રાજકોટ મેયર ઈલેવનના બોલરોએ શિસ્તબઘ્ધ બોલીંગનું પ્રદર્શન કર્યું હતું. જુનાગઢ મેયર ઈલેવન નિર્ધારીત ૨૦ ઓવરમાં ૯ વિકેટના ભોગે ૧૨૨ રન જ બનાવી શકી હતી. આમ રાજકોટનો ૧૬ રને શાનદાર વિજય થયો હતો. રાજકોટ મેયર ઈલેવનવતી પુષ્કરભાઈ પટેલ, કશ્યપભાઈ શુકલ, અશ્ર્વિનભાઈ મોલીયા અને નીતિનભાઈ ભારદ્વાજે બે-બે વિકેટો ખેડવી હતી. આક્રમક ૪૨ રન ફટકારનાર અજયભાઈ પરમારને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

આજે સુરત અને બરોડા વચ્ચે લીગ મેચ રમાશે. જેમાં વિજેતા બનનારી ટીમ સામે ૧૨મી એપ્રિલના રોજ રાજકોટ મેયર ઈલેવન સેમીફાઈનલમાં ટકરાશે. ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઈનલ મેચ ૧૪મી એપ્રિલના રોજ રમાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.