Abtak Media Google News

મેંદરડા પોલીસે ૨ વર્ષ અગાઉ એક કારમાં ક્રૂરતાથી વાછરડા લઇ જનાર ૨ શખ્સોને પકડી પાડ્યા હતા, જે અંગેનો કેસ જૂનાગઢ કોર્ટમાં ચાલી જતા કોર્ટે  એકને ૨ વર્ષની કેદ ફટકારી છે જ્યારે બીજાને નિર્દોષ ઠરાવ્યો છે.

મેંદરડા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન તા. ૯ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ જૂનાગઢ તરફથી આવતી એક સીલ્વર કલરની શંકાસ્પદ કારને મેંદરડાા ખાતે રોકતા કાર રોકવામાં આવી ન હોતી. ત્યારે પીએસઆઇ પી. જે. રામાણીએ કારનો પીછો કરતા બરવાળા ગામ નજીક કાર રોડથી નીચે ઉતરી કીચડમાં ફસાઇ ગયેલી મળી આવતા, કારની તપાસ કરતા કારની ડેકી અને સીટમાં ક્રૂરતાથી બાંધેલા ૩ વાછરડા મળી આવ્યા હતા અને તેને છોડાવ્યા હતા. પરંતુ અંધારાનો લાભ લઇ તેમાં બેઠેલફા બે શખ્સો ભાગી ગયા હતાં. બાદમાં મેંદરડા પોલીસે તપાસ હાથ ધરી આ ગુન્હામાં વેરાવળ ખાતે રહેતા સલીમ ઉર્ફે મોખુલો કુતુબદ્દીન શેખ (ઉ. વ ૩૨) અને  અશરફ ઉર્ફે મોટા ગનીભાઇ મુગલ (ઉ. વ. ૩૮) સામે ગુનો નોંધી, ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.  આ કેસ કોર્ટમાં ચાલી જતાં ત્રીજા એડી. સેશન્સ જજ ટી. ડી. પડીઆએ સરકારી વકીલ પી. એમ. વાઘેલાની દલીલોને ધ્યાને લઇ સલીમ ઉર્ફે મોખલો કુતુબદ્દીન શેખને ૨ વર્ષની કેદ અને ૧૦ હજારનો દંડ. અને જો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરાયો હતો. જ્યારે અશરફ ઉર્ફે કાલુ મોટા ગનીભાઇ મુગલને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.