Abtak Media Google News

જૂનાગઢ મહાનગરપાલિકામાં વર્ષ ૨૦૧૭ દરમિયાન રખડતી ગાયોને ગૌશાળા ઓને  સોપી તેમને નિભાવવા માટે લાખોની સહાય પણ આપવામાં આવી હતી  આ પ્રકરણમાં અનેક ગાયોના કમ કમાટી ભર્યા મોત નિપજતા જે તે સમયે મહાનગરપાલિકા સત્તાવાળાઓ પર ચારે તરફથી ફિટકાર વરસી જવા પામ્યો હતો સરકારી રીતરસમ મુજબ થોડા સમય માટે તપાસના ત્રાટકો આચરાયા હતા પરંતુ સમય જતા બધું ઠંડુ પડી ગયું હતું જેમાં જૂનાગઢના જાગૃત નાગરિક અને ઉદ્યોગપતિ તુષાર સોજીત્રા દ્વારા જુનાગઢ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરતા  સેશન્સ કોર્ટે આગામી ૧૫ નવેમ્બરે કોર્ટમાં પુરાવાઓ રજૂ કરવા અરજદારને હુકમ કર્યો હતો

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢના જાગૃત નાગરિક અને ઉદ્યોગપતિ તુષારભાઈ સોજીત્રા દ્વારા વર્ષ ૨૦૧૭ ૧૮ દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકામાં આચરાયેલ ગૌશાળા કૌભાંડમાં સત્તાધીશોએ સત્તાનો દુરુપયોગ કરી ખોટા કાગડો તેમજ ખોટા બિલો ઉભા કરી કૌભાંડ આચર્યુ હોવાના આક્ષેપ સાથે  ગુન્હો નોંધાવા સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરાતા  આ  બાબતે નામદાર કોર્ટ આગામી તારીખ ૧૫ નવેમ્બર ના અરજદારને કોર્ટમાં પુરાવાઓ રજૂ કરવા હુકમ કરતા સમગ્ર મહાનગરપાલિકા બેડામાં તેમજ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

એફકેઝેડ

અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે  ઉપરોક્ત આરોપીઓએ વર્ષ ૨૦૧૭ તેમજ વર્ષ ૨૦૧૮ માં જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગૌશાળામાં ગાયોના નિભાવ માટે અપાતી સહાય હેઠળ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે.

જેમાં મૂંગા પશુઓના નામે ગૌશાળામાં ખોટા બીલ, ખોટા દસ્તાવેજો બનાવી અને મોટી સંખ્યામાં ગાયોની સારસંભાળ અંગેના ખર્ચના બીલ ઉધારી અને મસ મોટી રકમનું કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવી અરજદારને  માહિતી મળેલ હતી.

અરજદારની  તમામ બાબતોને ધ્યાને લઇ નામદાર કોર્ટ આગામી ૧૫ નવેમ્બર ના રોજ પુરાવો રજૂ કરવા હુકમ કરતા ચર્ચાનો માહોલ ઉઠવા પામ્યો છે સાથે સાથે જાણકાર સૂત્રો માં  કંઈક નવાજૂનીના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.