Abtak Media Google News

નેપાળની સામ્યવાદી સરકારે ભારતના લીપુલેન, કાલાપાણી અને લિમ્પીયાધુરાજે પોતાના ગણાવતા નકશાને સંસદમાં રજુ કરતા વિવાદ

મિંદડાના ખોળામાં બેસી ઉંદરડાના ડારા !!!

ભારત અને નેપાળ વચ્ચે લાંબો સમયથી ચાલી રહેલા સરહદીય વિવાદો ઉકેલવાની કવાયતમાં ભારે ધકકો લાગે તેવું પગલું નેપાળે ભર્યુ છે. એક રાજદ્વારી પગલામાં નેપાળના વડાપ્રધાન કે.પી. ઓલીએ ગઇકાલે સંસદમાં રજુ કરેલા નકશામાં ભારતમાં કબજાના અને હદમાં રહેલા પિપોરગઢ જિલ્લાના અમુક ભાગોને નેપાળ પોતાનો હિસ્સો ગણાવતો નકશા જારી કર્યા છે. નેપાળ સરકારે આ વિસ્તાર પર અવૈઘ રીતે રાજનૈતિક દાવો ઉભો કરવા માટે કવાયત હાથમાં લીધુ હોય તેમ આ હરકતથી ભારત સાથેના સરહદીય વિવાદ અને રાજદ્વારી સંબંધો બગડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

ચીનના ખોળામાં બેસેલી નેપાળની સામ્યવાદી સરકારના આ પગલાથી મિંદડાના ખોળામાં બેસેલા ઉંદરડાના સિંહનો ડારા જેવી સ્થિતિ ઉભી થવા પામી છે.

નેપાળના વડાપ્રધાન કેપી ઓલીના સરકારની કેબીનેટે બહાલી  આપી છે તે નકશામાં કાલાપાણી, લિમ્પીયાધુરા, અને લીપુલેખને નેપાળનો વિસ્તાર દર્શાવ્યો છે. આ નકશો ગઇકાલે જારી કરવામાં આવ્યો હતો અને તેને સમર્થન આપતા ઉત્સાહજનક વાતાવરણ ઉભું થયું હતું. ભારત સરકારના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે ભારતનો પોતાનો રાજદ્વારી નકશો ગયા વર્ષે જ પ્રસિઘ્ધ કરવામાં આવ્યો હતો અને તેમાં ભારતની તમામ હદને ચોકસાઇપૂર્વક દર્શાવવામાં આવી હતી અને તેમાં નેપાળ સાથેની સરહદમાં હવે કોઇપણ પ્રકારનો ફેરફાર નહિ થાય.,

ભારતે અગાઉ નેપાલને એક પત્ર પાઠવી સચિવ કક્ષાની બેઠકમાં સરહદના આંકલનની કવાયતનો નિર્દેશ આપ્યો હતો. કોવિડ-૧૯ સંક્રમણની પરિસ્થિતિ નિવારણ જાય પછી આ કવાયત હાથ ધરાવાની હતી. નેપાળે સત્તાવાર રીતે એવી જાહેરાત કરી હતી કે કાળાપાણીની સરહદનો મુદ્દો દાયકાઓથી દ્વિપક્ષીય રીતે ઉકેલવાના મુદ્દો બની રહ્યો છે. છૈલ્લા કેટલાક સમયથી આ મુદ્દો માથાનો દુ:ખાવા અને દ્વિપક્ષીય સંબંધો માટે નડતરરૂપ બની રહ્યો છે. કાંઠમંડુ  જો કે ભારતના નકશાનો એમ કહીને વિરોધ કર્યો હતો. કે આ નકશામાં વિવાદિત વિસ્તારને ભારતનો વિસ્તાર દર્શાવાયો છે આ વિસ્તાર અમારો છે અમે તેના પર હકક સંપાદિત કરશું કોઇપણ જાતના આધાર પુરાવા વગર ભારતે આ ભુમિ પર પોતાનો દાવો કર્યો છે તે બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી વિવાદિત ભુમિ જાહેર થયેલી છે.

ઓલીએ દાવો કર્યો હતો કે ૧૯૬૨થી આ વિસ્તાર નેપાળના તાબામાં છે અને ભારતીય સેનાએ ત્યાં જમાવટ કરી લીધી છે. નેપાળના મત અનુસાર આ વિવાદિત વિસ્તાર કાલી નદીના પૂર્વ ભાગમાં આવેલો છે જે ૧૮૧૬માં સુગોલી પ્રાંત કે જે નેપાળની પશ્ચિમ સરહદે ભારતથી જોડાયેલો છે કાંઠમંડુ દ્વારા તેને લિમ્પીયાધુરાના ભાગ તરીકે દાવો કરાયો છે. જયારે ભારતે નદીનો પશ્ચિમ ભાગ અને સુગોલી વિસ્તાર પર ભારતનો અધિકાર હોવાનો દાવો કર્યો છે.

નેપાળના વડાપ્રધાન ઓલીના દાવા મુજબ ભારતે નેપાળની હદમાં રસ્તા નિર્માણનું કામનું ઉદઘાટન કર્યા બાદ નેપાળ સરકારે આ નકશો પ્રસિઘ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો. સત્તાવાર રીતે ભારતે નેપાળના આ કૃત્યને બે બુનિયાદ ગણાવીને દાવો કર્યો હતો કે લીયુલેખ બાયપાસનો રસ્તો ભારતની હદમાં બાંધવામાં આવ્યો છે અને તે અગાઉ કૈલાસ માનસરોવરના યાત્રાળુઓ ઉપયોગ કરતાં આવ્યા છે જો કે નેપાળના વિરોધને ભારતે ગંભીર ગણ્યું છે ભારતના સેના અઘ્યક્ષ જનરલ નારવાણેએ નેપાળના આ કૃત્યને વખોડીને કાંઠમંડુ ચીનના ઇશારે નાચતુ હોવાનું જણાવ્યું હતું.

જો કે નેપાળે જણાવ્યું હતું કે આ મુદ્દો હંમેશા દ્વિપક્ષીય મુદ્દો બની રહ્યો છે. ૧૯૯૭માં ભારત અને નેપાળના સંયુકત નિવેદનમાં કાલાપાણી વિસ્તાર સહિતના પશ્ર્ચિમી વિભાગની હદ આંકરણીને જમીનની માલિકીના દાવા અંગે પુન: સમિક્ષાની હિમાયત કરી હતી.

નેપાળે અગાઉ કયારેય આ મુદ્દો ઉઠાવ્યો ન હતો તેને દાવો સાચો ન હોવાનો રાજદ્વારી સૂત્રોમાં ચર્ચાય રહ્યું છે. વડાપ્રધાન ઓલીએ સ્થાનિક માઘ્યમોને જણાવ્યું હતું કે ટુંક સમયમાં જ તેમની સરકાર બદલાયેલો નવો નકશો શિડયુલ-૩ મુજબ બંધારણીય જોગવાઇ મુજબ માન્ય કરશે. સામે અન્ય મુદ્દાઓ પર ભવિષ્યમાં ચર્ચા કરી શકશું પરંતુ આ નવા નકશાનું પ્રસ્થાપીકરણ સંસદમાં રજુ કરવું સમયની માંગ હોવાનું જણાવ્યું હતું.

નેપાળ કોમ્યુનિસ્ટ પક્ષના નેતા અને વડાપ્રધાન કે.પી. ઓલી ચીનના નજીકના મિત્ર અને હિમાયતી હોવાની છાપ ધરાવે છે. ભારત આઝાદીકાળથી નેપાળને સ્વતંત્ર અને સ્વાયત હિન્દુ રાષ્ટ્ર અને મિત્ર રાષ્ટ્ર તરીકે સમર્થન આપતું આવ્યું છે. કાયમી ધોરણે ભારતની વિદેશી નીતિ નેપાળ માટે પોલીસી અને ઉદાર બની રહી છે.ભારતે સમયાંતર નેપાળને આર્થિક સહયોગ માટે હાથ છુટો રાખ્યો છે. ભારતમાં આવા ગમન માટે નેપાળના નાગરીકોને વિશેષ છુટ આપવામાં આવે છે. લાખોની સંખ્યામાં નેપાળી નાગરીકો ભારતમાં રોજગારી મેળવી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેના પાડોશીઓ અને સરહદથી ધેરવાની રણનીતિના ભાગરુપે ચીન પાકિસ્તાનની જેમ નેપાળને પણ લાભના દાણા નાંખીને ભારત સામે ઉશ્કેરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.