Abtak Media Google News

ફિલ્મ ‘અગ્નિપથ’ બાદ અમિતાભ બચ્ચનની  બીજી ફિલ્મ માટે પણ હૃતિક રોશનની પસંદગી : વરૂણ ધવનની મહત્વની ભૂમિકા

જુમ્મા ચુમ્મા દે દે ચુમ્મા… આ ગીત ફિલ્મ હમ નું છે. ૧૯૯૦ માં રિલીઝ થયેલી ફિલ્મ ની રીમેક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

નિર્માતા કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શન હાઉસ હમ ની રીમેક બનાવશે. જેમાં અમિતાભ વાળો રોલ હૃતિક રોશન નિભાવશે. અત્યારે હમ ની રીમેક માટે બે નામ ફાઇનલ થયા છે. હૃતિક રોશન ની સાથે વરૂણ ધવન ની પણ મહત્વની ભૂમિકા છે. હમ માં અમિતાભ ની સાથે ગોવિંદા ના અભિનયની પણ પ્રશંસા થઈ હતી. અમિતાભ બચ્ચન ને બેસ્ટ એક્ટર નો ફિલ્મ ફેર એવોર્ડ સ્વ રાજકુમારના હસ્તે મળ્યો હતો જ્યારે બેસ્ટ સપોર્ટિંગ રોલ માટે ગોવિંદાને પણ ફિલ્મફેર ટ્રોફિ મળી હતી. આ ઉપરાંત હમ માં  રજનીકાંત ડેની અનુપમ ખેર અનુ કપૂર કીમી કટકાર શિલ્પા શિરોડકર સ્વ કાદર ખાન ની પણ મહત્વની ભૂમિકા હતી.

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન ની ફિલ્મ અગ્નિપથ ની રીમેક પણ કરણ જોહરએ જ બનાવી હતી અને તેમાં પણ અમિતાભ વાળો રોલ હૃતિક રોશનએ જ ભજવ્યો હતો. આ ફિલ્મ સફળ થઈ હતી.

હમ ના ગીત જુમ્મા ચુમ્મા દે દે ચુમ્મા અને એક દુસરે સે કરતે હે પ્યાર હમ કગાઝ કલમ દવાત લા લીખ દૂ દિલ તેરે નામ કરું વિગેરે ખૂબ લોકપ્રિય થયા છે. ફિલ્મ ના ડાયલોગ પણ તાકાત વાળા હતા. એકંદર ફિલ્મ હમ એક કમ્પલીટ એન્ટરટેનમેંટ પેકેજ હતી. અમિતાભ બચ્ચને ડોક યાર્ડ પર મજૂરી કરતા હમાલ ટાઇગર ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં પણ અમિતાભ નું શરાબી વાળું દ્રશ્ય હમેશા ની માફક દર્શકો ને ખૂબ ગમ્યું હતું.હૃતિક રોશન અત્યારે ફિલ્મ સુપર થર્ટી અને ક્રિશ ૪માં વ્યસ્ત છે. ફિલ્મ હમની રીમેક માટે કરણ જોહર હવે વિધિવત્ જાહેરાત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.