Abtak Media Google News

ગરબાકુંભની યાત્રા બાદ તેનુ દરીયામાં વિસર્જન કરાયું  સમુહ ભોજનમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટયા

ઓખામાં દર વર્ષની જેમ સીંધી સમાજ દ્વારા શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં જુલેલાલસાઈના ચાલીસાનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૪૦ દિવસ સુધી દરરોજ સાંજે મહિલાઓ દ્વારા ગરબાકુંભનું પુજન કરી મંદિરમાં સત્સંગ કિર્તન કરવામાં આવેલ અને દરરોજ જુલેલાલને જુદી-જુદી પ્રસાદી ભોગ ધરાવવામાં આવેલ.

ચાલીસની પૂર્ણાહુતી પ્રસંગે દરીયાલાલને રાજભોગ અન્નકોટના દર્શન રાખવામાં આવેલ અને સીંધી સમાજની મહિલાઓ દ્વારા ગરબાકુંભની શોભાયાત્રા નગર કિર્તન સાથે કાઢવામાં આવી હતી ત્યારબાદ આ કુંભ ગરબાને દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. અહીં ઓખા, મીઠાપુરના તમામ સીંધી જ્ઞાતિજનો આવ્યા હતા અને છેલ્લે મંદિરના પટાગણમાં સર્વે જ્ઞાતિજનોએ સમુહ ભોજન પ્રસાદી સાથે લીધી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.