Abtak Media Google News

કલાકારો:-કેટરિના કૈફ, રણબીર કપૂર, શાશ્ર્વત ચેટરજી, સૌરવ શુકલા, નવાઝુદિન સિદિકી (મહેમાન ભૂમિકા)

પ્રોડયુસર:-રણબીર કપૂર

ડાયરેકટર:-અનુરાગ બાસુ

મ્યુઝિક:-પ્રીતમ

ફિલ્મ ટાઇપ:-એડવેન્ચર-કોમેડી

ફિલ્મની અવધિ:-૧૬૨ મિનિટ

સિનેમા સૌજન્ય:-કોસ્મોપ્લેકસ

રેટિંગ:-પ માંથી ૩

ફિલ્ગ જગ્ગા જાસુસને બનતા અને રીલીઝ થતા સાડાત્રણ વર્ષનો સમય લાગ્યો છે તેથી તેની સ્ટોરી વાસી ખીચડી થઇ ગઇ છે. અગાઉ આ ફિલ્મ ૧૯ ડીસેમ્બર ૨૦૧૬ના રોજ રીલીઝ થવાની હતી. ૧૦૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મની સ્ટોરી જાસૂસ જગ્ગા (રણબીર કપૂર) અને રીપોર્ટર શ્રુતિ (કેટરિના  કૈફ) ઇર્દગિર્દ ધૂમી છે.

એકિંટગ:-જગ્યા જાસૂસમાં રણબીર કપૂર અને કેટરિના કૈફનો અભિનય શ્રેષ્ઠ છે. પરંતુ નબળી સ્ક્રિપ્ટ અને નબળા ડાયરેકશનના લીધે તેમનો ટેલેન્સ વેડફાઇ ગયો છે.

રણબીર અને કેટની કેમેસ્ટ્રી રંગ લાવી છે. મોટાભાગે પડદા પર તેઓ ફ્રેમમાં એક સાથે જ દેખાય છે. તેમની આગલી ફિલ્મ અજબ પ્રેમ કી ગજબ કહાની જેવો જાદુ આ જોડી ઉભી કરી શકી નથી.

આ ફિલ્મને બનતા અને રીલીઝ થતા સાડા ત્રણ વર્ષનો સમય લાગ્યો છે. દરમિયાન રણબીર અને કેટરિનાનું બ્રેકઅપ થઇ ગયું. આ રણબીર  કેટરિનાની જોડીવાળી કદાચ અંતિમ ફિલ્મ હોઇ શકે તેથી આ બંનેના ચાહકોએ સિનેમાઘરમાં જઇને ફિલ્મ જગ્ગા જાસૂસ જોવી જોઇએ.

ડાયરેકશન:-જગ્ગા જાસૂસમાં અનુરાગ બાસુનુ ડાયરેકશન કમજોર છે. તેમણે રણબીર કપૂરને લઇને જ બરફી જેવી સુપરહીટ ફિલ્મ બનાવી હતી. પરંતુ આ વખતે દુધપાકમાં ખાંડની બદલે ભૂલથી નમક પડી ગયું છે. તેમના નબળા નિર્દેશનની બદોલત રણબીર કપૂર અને કેટરિના કૈફની મહેનત એળે ગઇ છે. તેમણે ડાયલોગ ને ગીનના ‚પમાં હિંદી સિનેમામાં પ્રયોગ કર્યો જે નિષ્ફળ ગયો છે. ૧૬૨ મીનીટની ફિલ્મ દર્શકોને બોર કરે છે.

મ્યુઝિક:-જગ્ગા જાસૂસનું મ્યુઝિક પ્રીતમે તૈયાર કર્યુ છે. ગીતો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. ગીતના શબ્દો એકદમ સિમ્પલ છે અને તરત મોઢે ચઢી જાય તવા છે બે ગીતો લોકપ્રિય થયા છે. ગલતી સે મિસ્ટેક અને દિલ ઉલ્લુ કા પઠ્ઠા હે જો કે એકપણ ગીત યાદગાર બની શકે તેમ નથી. તેથી તેનો ફાયદો ફિલ્મને મળતો નથી બેકગ્રાઉન્ડ મ્યુજિક ઠીક છે.

ઓવરઓલ:-જગ્ગા જાસૂસ સાથે રણબીર કપૂર, કેટરિના કૈફ અનુરાગ બાસુ અને પ્રીતમ જેવા દિગ્ગજ કલાકાર કસબીઓ જોડાયેલા હોવા છતાં રસોઇ બગડી ગઇ છે આ ફિલ્મ કદાચ બાળકોને ગમે પણ મેરચોર ઓડીયન્સને બોર કરશે. ફિલ્મનું જમા પાસુ તેના સુંદર લોકેશન અને સિનેમેરોગ્રાફી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.