Abtak Media Google News

જામજોધપુરનાં ઈશ્વરીયા ગામની સીમમાં ચાલતા જુગારધામો પર પોલીસે દરોડો પાડી રૂ.૨૯ હજારની રોકડ સહિત રૂ. ૮.૨૯ લાખના મુદામાલ સાથે બે મહિલા સહિત ૮ને પકડી પાડયા હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ જામજોધપુરના ઈશ્ર્વરીયા ગામે ભીખાભાઈ પુંજાભાઈ ગાંગલીયા તથા ખીમજીભાઈ નરશીભાઈ પૂરોહિત તેમની સીમમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતા હતા. આ જગ્યાએ રેઈડ કરતા ખીમજીભાઈ નરશીભાઈ પૂરોહિત ભીમશીભાઈ રાણાભાઈ મારીયા, દિલીપભાઈ ધરણાતભાઈ, ભરતભાઈ કેશુભાઈ ડાંગર, બશીરભાઈ બાહુદીનભાઈ પીંજારા, કાનાભાઈ જેઠાભાઈ વસરા, હંસાબેન જીતેન્દ્રભઈ હીંગોરીયા, શાંતાબેન પરસોતમભાઈ શેઠીયા પાસે તથા રોકડા રૂ.૨૯૮૫૦ તથા ગંજીપતાના પાના તથા ફોર વ્હીલ મોટરકાર નં.૨ મળી કુલ ૩ ૮૨૯૮૫૦ના મુદામાલ સાથે ઝડપી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.