જુદાઈ: ખુબસુરત અભિનેત્રી “આઈરા દ્વિવેદી” ને રજૂ કરતું ટી-સીરીઝનું ગીત આવતીકાલે થશે રિલીઝ.

Judaai Video Song Teaser Moin Sabri Feat.Aaira Dwivedi, Gunjan Utreja Full Song Releasing on 18 May

બેહદ ખુબસુરત અભિનેત્રી દ્વારા અભિનીત ‘જુદાઈ’ ગીત ટી-સીરીઝના માધ્યમથી ટી-સીરીઝની ચેનલ તેમજ સોશિયલ મીડિયા ઉપર આવતીકાલે રિલીઝ થશે. બેનમુન અભિનય, સિનેમેટોગ્રાફીનો નવો અંદાજ, કર્ણપ્રિય સંગીત અને અવાજ ‘જુદાઈ’ ગીતથી લોકોના મનમાં અલગ છાપ ઉભી કરશે. સોંગમાં આઈરા દ્વિવેદીની સુંદરતા સાથે તેમની એકટીંગનું પણ સુંદર પ્રદર્શન અનોખા અંદાજમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તાજેતરમાં રિલીઝ થયેલા ગીતના પોસ્ટર પરથી ‘જુદાઈ’ના કોન્સેપ્ટનો નવો અંદાજ લોકોને આકર્ષી રહ્યો છે.

લોકડાઉનના કપરા સમય દરમિયાન પણ ટી-સીરીઝ લોકોના મનોરંજન માટે વિશેષ શ્રેણી પ્રસ્તુત કરતી રહે છે. ત્યારે અત્યાર સુધી ટી-સીરીઝ દ્વારા ઘણા બધા સોંગને લોન્ચ કરવામાં આવ્યા છે. જે ખુબ જ પ્રખ્યાત થયા છે. તેવી જ રીતે આવતીકાલે ‘જુદાઈ’ એક ખૂબ જ નવા અંદાજમાં આઈરા દ્વિવેદી અને ગુંજન ઉટરેજા અભીનીત લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ગીત ખૂબ જ અલગ અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. એક ટેલેન્ટેડ ગાયકની પ્રતિભા ધરાવતા મોઈન સાબરીએ આ ગીત ગાયું છે. વંદના ખંડેલવાલ અને ગૌરવ મહેશ્ર્વરીએ આ આકર્ષક ગીત લખ્યું છે. આ ગીત ૧૮ મે ના રોજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવશે.

આઈરા દ્વિવેદી એક તકને શોધી રહી હતી. આઈરા દ્વિવેદી તેમજ મોઈન સાબરી વર્ષોથી એક બીજાના સારા મિત્રો હતા અને તેમને એક બીજાના ટેલેન્ટ વિષે જાણકારી હતી. આઈરા દ્વિવેદી તેમજ મોઈન સાબરીનો સંપર્ક સર્મન જૈન અને પ્રિત રાજપૂત જેવા નામી ડાયરેકટર સાથે થયો અને આ પ્રોજેકટ દરેકના દિલને ટચ કરી ગયો. મોઇન હંમેશા મને કોઈ ને કોઈ ગીત સંભળાવતો રહેતો. તો એક દિવસ અમે લોકો એમ કાફે માં બેઠા હતા અને મોઇન કહ્યું કે મેંએક નવું ગીત બનાવી રહ્યો છું. તો જયારે મોઈને ગીત સંભળાવ્યું તો તેના ગીત ની લાઈન જે અંદાઝ માં ગાઈ ને સંભળાવી તે એટલોસુંદર હતો ને કે ગીત ની દરેક લાઈન મારા હૃદય ને સ્પર્શી ગઈ અને તે સમયે મેં મોઇનને કહ્યું કે…. મોઇન આપના ટાઈમ ગયા હૈ ગીત પર આપણે કામ શરુ કરીએ એક સાથે અને ત્યારે મેં વિચારી લીધું કે ગીત ને કેવી રીતે બનાવશું..

સામાન્ય રીતે જુદાઈનું નામ પડે એટલે બ્રેકઅપ જેવી જ માન્યતા લોકોના મગજમાં દ્રઢ થાય છે. પરંતુ આ ગીતમાં ‘જુદાઈ’ને એક અલગ અંદાજમાં રજૂ કરવામાં આવી છે. ન ઈચ્છતા હોવા છતાં જુદાઈ થાય છે અને આ સમગ્ર ગીતમાં એક એવી યુવતી બતાવવામાં આવી છે જે લીડ કરે છે તે છે આઈરા દ્વિવેદી. લોકડાઉન સમયમાં જાણે બધું જ થંભી ગયું છે ત્યારે આ ગીત લોકોને પુરેપુરૂ મનોરંજન આપશે.

આવો જાણીએ આ ગીત અને તેના કલાકારો વિશે…

આ ગીતનું પોસ્ટર બહાર આવ્યું છે જેમાં આઈરા દ્વિવેદી અને ગુંજન ઉટરેજા દેખાઈ રહ્યાં છે. આઈરા દ્વિવેદી બસમાં બેઠા છે. ખુલ્લા વાળમાં ચહેરા પર એક સુંદર સ્મીત સાથે સપનામાં ખોવાઈ ગયા છે. જ્યારે ગુંજન તેની પ્રેમિકા પ્રેમને જોતો રહે છે.

આઈરા દ્વિવેદીનો જન્મ મહેસાણામાં થયો અને અમદાવાદમાં પોતાના પરિવાર પિતા દીપક કે જે ઓઇલ ઇંન્ડસ્ટ્રીમાથી રિટાયરમેન્ટ લઈ અને હાલમાં રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે જોડાયેલા છે તેમજ માતા જાગૃતિ કે જેઓ હાઉસવાઇફ છે તેમની સાથે અમદાવાદમાં રહ્યા. આઈરા દ્વિવેદીને નાનપણથી જ એક્ટિંગ અને ડાન્સીંગનો જબરો શોખ હતો. અલગ-અલગ ડાન્સ કલાસમાં જઈ તેમણે પોતાની પ્રતિભાને નિખાર આપ્યો. પરિવારને આઇરાનું આ ટેલેન્ટ જોઈ સપોર્ટ કર્યો અને આઇરાની પ્રતિભાને બહાર લાવવા માટે પ્રોત્સાહિત કરતાં. સમયની સાથે આયરાએ મુંબઈ કોલેજમાં એડમિશન લીધુ અને ત્યારબાદ બિઝનેસ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. પરંતુ મનમાં ને મનમાં એક્ટિંગ અને ડાન્સીંગનું ભૂત તો વળગેલું જ હતું. અને તે સપના ને આઈરા દ્વિવેદીએ સાકાર કર્યું “જુદાઇ” ગીતના મધ્યમથી. તો ટી-સીરીઝની ચેનલ પર આઈરા દ્વિવેદીનું આ ગીત જોવાનું ચૂકશો નહીં.

આવો જોઈએ “જુદાઇ” ગીતનું ટીઝર

 

Loading...