સફળતા અને નિષ્ફળતા વચ્ચેની મુસાફરી- જીંદગી

અટકી જાય છે આ મુસાફર ક્યારેક જ્યારે રસ્તા એ જ મુકામ પર અનેક દેખાય છે. આ મુસાફર એટલે મનુષ્ય જે પોતાની જિંદગીને  આગળ લઇ જવા માંગે છે. પણ ક્યારેક એ જ મુસાફરની જિંદગી અટકી જાય. જિંદગી એટલે એવી સફર જેમાં મુસાફર એ જ રહે છે ફક્ત રસ્તાઓ તેની સાથે બદલાતા જાય છે. જિંદગીના આ રસ્તા એટલે સફળતા અને તેની નિષ્ફળતા. આ બંને પાસાઓને અનેકવાર આ જિંદગીની સફરમાં આવતા અને જતા જાય છે. પણ આ જ મુસાફર તેમાંથી કોઈપણ એકમાં આવતા તેની પછીનું ભૂલી જાય છે. મુસાફરી જો લાંબી હોય તો તેમાં અનેક રસ્તાઓ આવતા અને જતા જાય છે અને ક્યારેક જો મુસાફરીમાં થોડીવાર આંખ મીંચાઈ જાય તો કયા રસ્તા જતા રહે તે ખબર નથી રહેતી.

એ જ રીતે જિંદગીની મુસાફરીમાં પણ આ બંને રસ્તા સફળતા અને નિષ્ફળતા ના દેખાય છે પણ તેના પર ચાલવાથી જ મનુષ્યને તે યાદ રહી જાય છે. જ્યારે પણ મુસાફર જીંદગીના રસ્તા પર સફળતા તરફ આગળ વધે ત્યારે તેને બધું જીતી લેવાની ઈચ્છા થાય છે અને તે માત્ર કોઈપણ સંજોગોમાં સફળતામાં જીત છે એવું આ સફળતાના રસ્તે ચાલતા નક્કી કરી જાય છે. પરંતુ આટલું નક્કી કરવા થી તે સફળતા જ મેળવાય છે શું? ના,  આ જિંદગીની સફર તેના મુસાફરને એટલે મનુષ્યને આ બંને રસ્તાઓ બતાવી જાય છે હવે કયા રસ્તા ઉપર ચાલવું તે મનુષ્યને એટલે કે મુસાફરને નક્કી કરવાનું રહે છે. ઘણીવાર આ મુસાફર આ બંને રસ્તા વચ્ચે એવો મૂંઝાઈ જાય કે તેને ખબર જ નથી પડતી મંઝિલ તેની ક્યાં છે?

ત્યારે આ મુસાફરને જીંદગીના રસ્તા પર ફક્ત ચાલતા શીખવાની જરૂર હોય છે. જો આટલું  મુસાફર  શીખી જાય જીવનમાં તો તેને રસ્તાથી ક્યારેય કોઇ ફેર પડતો નથી. જીંદગીના રસ્તા માત્ર ચાલતાં શીખવે છે. મુસાફરના વિચાર અને મંઝિલ તેને આ બંને રસ્તાની અનુભૂતિ કરાવે છે. તો મુસાફરે ફક્ત પોતાના વિચારો અને મંઝિલ પર ધ્યાન આપવું જોઈએ કારણ સફળતા અને નિષ્ફળતા બંને આવશે ત્યારે આ બંને માંથી જો મુસાફર જો ચાલવાનો પ્રયાસ સતત રાખે તો તેની મુસાફરી સફળ અને સુખદ થઈ શકે છે. આ જિંદગી નો રસ્તો બંને પર સફળતા તેમજ નિષ્ફળતા પર આધાર રાખે છે હવે તે મનુષ્યને જોવાનું કે તે કઈ રીતે આ રસ્તા પર ચાલતા-ચાલતા શીખી નવી મંઝિલ અને વિચાર સાથે જિંદગીની નવી શરૂઆત કરે છે અને તેમાં પોતાની મુસાફરીનો અનેક નિષ્ફળતાઓ બાદ સફળતા પર આવીને પોતાના જિંદગીની સફરને કઈ રીતે નવી બનાવે છે અને તેના મંઝિલ પર ધ્યાન આપી નવા વિચારોથી નવી જિંદગી બનાવી ફરી પાછી પોતાની મુસાફરી કઈ રીતે શરૂ કરે છે… એવી આ મુસાફરની જિંદગી સાથે ની સફળતા અને નિષ્ફળતાની વચ્ચેની સતત ચાલવાની શીખ આપતી આ જીવનની મુસાફરી.

Loading...