Abtak Media Google News

મનુષ્ય હમેશા એક બીજાથી અલગ છે. દરેક વ્યક્તિ પાસે જીવનની અલગ પરિભાષા છે. કારણ જ્યારે કોઈ પણ મનુષ્યનાં મનમાં એક વિચાર હોય તોજ તે વર્તન કરી શકે છે, ત્યારે એજ વર્તન વળે લોકોના દિલ જીતી શકતો હોય છે. તે કોઈ સહેલું કામ નથી પણ તે  મુશ્કેલ કામ છે કારણ તે જીવન સાથે જોડાયેલ એક અંગ સમાન છે , વિચાર એજ મનુષ્યના જીવનને બદલી શકે છે.

વ્યક્તિ ક્યારેક કઈક અલગ વિચારતો હોય તો જ તે સપના પોતાના વિચારોથી રંગી શકે છે. વિચારોને પોતાની આવડત વળે રંગવા જરૂરી છે. ત્યારે જો દરેક વ્યક્તિ કઈક સારું બીજા વ્યક્તિમાથી આવરે તો તે જીવનને ક્યાક તો પોતાની એક અલગ રીતે બદલી શકે છે. વિચાર એટલે મનમાં ઉઠતાં સવાલ જેનો જવાબ ક્યાક છુપાયેલો હોય છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 6

જયરે એક વ્યક્તિ બીજા વ્યક્તિના સંપર્કમાં આવે ત્યારે તે તો જ સંબંધ જોડવા માંગે કે જ્યારે તેમને અનુકૂળ હોય. તો દરેક વ્યક્તિનું મન વિચાર અને વાણી અલગ જ હોય છે. જે ત્યારે સરખા થાય જ્યારે એક વ્યક્તિ બીજી પાસેથી કઈક શીખે. દરેક મનુષ્યમાં અનોખી કાળા છે. તેને જો આપણે શિખયે અને સમજયે તો જીવન સાથે આનંદ માળી શકાય છે. આ વસ્તુ કરવાં માટે દરેક મનુષ્યમાં સ્વીકૃતિ હોવી ખૂબ અગત્યની છે. જો તે દરેક મનુષ્ય પોતાનામાં આવરી લે તો તે પોતાના જીવનને દરેક વ્યક્તિ પાસેથી વિચાર મેળવી શકશે અને પોતાનો વિકાસ તે ત્યારેજ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.