Abtak Media Google News

કોરોના વચ્ચે ઈન્ડિયન આઈડોલ ગાજશે

સ્પર્ધકોએ પોતાનો વિડીયો જાતે ઉતારી સોનીલીવ એપ્લીકેશન પર અપલોડ કરવાનો રહેશે

ઈન્ડીયન આઈડોલ ૧૧ વર્ષથી ભારતનાં લોકોમાં એક અલગ જ સ્થાન ધરાવે છે. ઈન્ડીયન આઈડોલ સિંગીગ સ્પર્ધામાં દેશભરમાંથી લોકો આવતા હોય છે.ત્યારે આ વર્ષે કોરોના મહામારીને કારણે ઉદ્યોગો વ્યવસાયો ઠપ્પ થઈ ગયા છે. સાથે સાથે મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ તેની માઠી અસર પહોચી છે.ત્યારે આ વર્ષનું એટલે કે ઈન્ડીયન આઈડોલ ૧૨નું ઓડીશન ઓનલાઈન શરૂ થવાનું છે. જે અંગે આદિત્યનારાયણે પણ સતાવાર જાહેરાત કરી છે. અત્યાર સુધીના સમમાં કોઈપણ રીયાલીટીશોનું ઓડિશન ઓનલાઈન ઘરે બેઠા થયું નથી. પરંતુ કોરોના વાયરસની મહામારીની સ્થિતિ અત્યારના સમયને ધ્યાને લઈને સૌ પ્રથમ વખત ઈન્ડીયન આઈડલની ૧૨ મી સીરીઝનું ઓનલાઈન ઓડીશન થવા જઈ રહ્યું છે.

કોરોના વાઈરસની મહામારી વચ્ચે દેશભરમાં ખ્યાતનામ સોની ચેનલ પર આવતું ઈન્ડીયન આઈડોલની ૧૨મી સીઝનનું ઓડીસન ઓનલાઈન કરવામાં આવનાર છે. જે વિષે તેના ઓફીસીયલ ટવીટર ટવીટ કરીને જણાવ્યું હતુકે ૨૫ જુલાઈથી ઓનલાઈન ઓડિસન શરૂ કરવામાં આવશે. જે વિશેનો પ્રોમો વિડિયો પણ સોની ટીવી પર રજૂ થવા લાગ્યો છે. ગાયક આદિત્ય નારાયણ કે જે ઈન્ડિયન આઈડલમાં એન્કરીંગ કરનાર છે.તેમણે પોતાના પ્રોમો માટેના વિડિયો પણ શુટ કરવાનું શરૂ કરી દીધું છે. તેણે ઈન્ડીયન આઈડોલની ૧૧મી સીઝનમાં પણ એન્કરીંગ કર્યું છે. ઉદિત નારાયણે જણાવ્યું હતુ કે પ્રોમો શુટીંગ ખઊબજ સરસ રહ્યું હતુ સાથે સાથે જણાવ્યું હતુકે ભારતનું સૌથી પ્રચલીત અને સન્માનીત સંગીત ગાયન રીયાલીટી શોમનો ભાગ બનવાથી ખૂબજ ખુશી છે.

ઓડિશન માટે જેને પ્રાર્ટીસીપેટ થવા માંગતા હોય તેમણે પોતાના ગીતનો વિડિયો જાતે ઉતારી સોનીટીવી એપ્લીકેશન પર અપલોડ કરવાનો રહેશે તેમજ ત્યારબાદના ઓડિશન માટે મુંબઈ સ્ટુડીયોમાં ઓડીશન આપવાનું રહેશે.

ઉદીત નારાયણ દ્વારા ભારતભરનાં ટેલેન્ટેડ સિંગરોને ઈન્ડીયન આઈડોલ ૧૨માં જોડાવા માટે આમંત્રીત કર્યા હતા. અને ૨૫ જુલાઈ થી પોતાનો વિડિયો સોનીલીવ એપ પર અપલોડ કરવાનું જણાવ્યું હતુ આ વર્ષે ઈન્ડીયન આઈડોલ ઘરે બેઠા એક કલીક કરી પોતાનું ઓડીશન આપે તેવું જણાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.